તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:સુરત જતો 11 લાખનો દારૂ ટુકવાડાથી ઝડપી લેવાયો

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દમણનો બુટલેગર રમેશ માઈકલ વોન્ટેડ

LCB પોલીસે દમણથી એક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરી સુરત લઇ જવાય તે પહેલા ટુકવાડા હાઈવેથી ઝડપી પાડ્યુ હતું અને દમણના નામચીન બંને બુટલેગર રમેશ માઇકલ તથા સુરતના બાબુ મારવાડીનેવોન્ટેડ જાહેર કર્યા હતા.

વલસાડ LCB શાખાના પીઆઇ જે.એન.ગોસ્વામી તેમની ટીમે પૂર્વ બાતમી આધારે ટુકવાડા હાઈવે પર બાતમી વાળું કન્ટેનર અટકાવી તપાસ કરતાં દારૂથી ભરેલું હોવાનું જણાતા પારડી પોલીસ સ્ટેશન લઇ ખાલી કરતા રૂ11.64 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનર સાથે 21.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક શાહરુખ શેર મહમદ પઠાણ રહે મેવાત હરિયાણા ની ધરપકડ કરી છે.

પૂછપરછમાં દારૂનો જથ્થો દમણના નામચીન બુટલેગર રમેશ જગુભાઈ પટેલ ઉર્ફે રમેશ માઈકલે ભરાવી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું અને આ જથ્થો સુરત બાબુ મારવાડીને આપવાનો હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે કન્ટેનરને સીલ મારી તે કંપનીનો માલની બીલટી બતાવી દારૂની હેરાફેરી કરતું હતું. તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...