દારૂબંધી વાળા ગુજરાતમાં ગત અઠવાડિયા દરમ્યાન લઠ્ઠાકાંડની ઘટનામાં આશરે 50 લોકોની જીંદગી હોમાઇ ગઇ છતા રાજ્યમાં ઠેર ઠેર હજુ પણ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનું પોલીસની રેડમાં બહાર આવી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતમાં સેલવાસ - દમણને અડીને આવેલા ગામોમાંથી દમણ-સેલવાસના દારૂની ખેપ પણ યથાવત હોવાનું વારંવરા પુરવાર થઇ રહ્યું છે. બુધવારે પારડી પોલીસે પૂર્વ બાતમી આધારે ઓરવાડ હાઇવે પર વોચ ગોઠવી નાકાબંધી કરતાસેલવાસ તરફથી બાતમી વાળો પિકઅપ ટેમ્પો આવતા તેને ઉભો રાખી તપાસ કરતા પ્લાસ્ટિકના દાણાની બેગ સંતાડી લઇ જવાતો રૂ.1 લાખ 75 હજારનો દારૂ મળી આવતા પોલીસે 3 લાખનો ટેમ્પા, 5 હજારનો મોબાઈલ મળી કુલ 4 લાખ 80 હજારનો મુદ્દામાલ કબજે લઇ ચાલક મુકેશ નાથુભાઈ દાસ રહે.વટવા, અમદાવાદની ધરપકડ કરી છે. અને માલ ભરાવનાર અને પાયલોટીગ કરનાર આર્યનસિંહ ઉર્ફે અરવિંદ ચૉહાણ રહે.ખાનવેલ તથા વિજયસિંહ અને ચેતનસિંહ રહે. સેલવાસને વોન્ટેડ જાહેર કર્યો હતો. દારૂ સુરત લઇ જવાતો હોવાનું બહાર આવ્યું છે. વધુ તપાસ પારડી પોલીસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.