સસ્પેન્ડ:સંઘ પ્રદેશ દમણમાં સ્ક્રેપનો ધંધો કરતા વેપારી પાસે ખંડણી માંગવાના કેસમાં ઝડપાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી સસ્પેન્ડ કર્યા

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ દ્વારા દમણના.સ્ક્રેપના વેપારી પાસે જિલ્લા પંચાયત પ્રમુખ અને તેના ભાઈએ ખંડણી માંગી હોવાનો FIR દમણ પોલીસ મથકે નોંધાઇ હતી. જે બાદ દમણ પોલીસે કેસની તપાસ હાથ ધરીને દમણ જિલ્લા પંચાયત પ્રમુખની સીધી સંડોવનો સામે આવી હતી. જેને લઈને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેના ભાઈની કેસમાં સંડોવણી બહાર આવતા દમણ પોલીસે બંનેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. દમણ પોલોસની કાર્યવાહીને લઈને દમણ પંચાયતી રાજ વિભાગના સચિવે દમણ જિલ્લા પંચાયતના નવીન પટેલને તાત્કાલિક અસરથી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ ઉપરથી નવીન પટેલને સસ્પેન્ડ કરતો આદેશ કરતા દમણ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે એક સ્ક્રેપના સંચાલકને દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલ અને તેનો ભાઈ અશોક પટેલે સ્કેપના વેપારી પાસેથી ખંડણી પેટે રૂ 20 હજાર દર મહિને બંને વ્યક્તિઓએ માંગી હતી. અને સ્ક્રેપ વેપારીને જિલ્લા પંચાયત પ્રમુખ અને તેનો ભાઈ અશોક પટેલ દ્વારા વારંવાર ધમકી આપતા ફોન કર્યા હતા. જેથી કંટાળીને સ્કેપના વેપારીએ દમણ પોલીસ મથકે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેના ભાઈ અશોક પટેલ વિરુદ્ધ નામ સાથે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને દમણ પોલીસે કેસની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલ અને તેનો ભાઈ અશોક પટેલની સીધી સંડોવણી સામે આવતા દમણ પોલીસે બંને વ્યક્તિની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલ અને અશોક પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. તે કેસમાં દમણ પંચાયતી રાજ વિભાગના સચિવે દમણ જિલ્લા પંચાયતના નવીન પટેલને તાત્કાલિક અસરથી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ ઉપરથી નવીન પટેલને સસ્પેન્ડ કરતો આદેશ કર્યો છે. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કર્યા હોવાનું તેમાં ખંડણી કેસમાં સંડોવણી બદલ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલ પાસેથી લેખિત ખુલાસો.માંગો હતી. દમણ પંચાયતી રાજ વિભાગના સચિવે જિલ્લા પંચાયત વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા દમણના રાજકારણમાં ભર શિયાળે ગરમાટો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...