વલસાડ જિલ્લામા છેલ્લા 6 દિવસથી કોરોના પોઝિટિવના સતત કેસો સામે આવ્યા બાદ 7મા દિવસે રવિવારે જિલ્લામાં એક પણ કેસ નહિ નોંધાતા હાશ્કારો અનુભવાયો હતો.હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 16 પર સ્થિર થઇ છે.
કોરોનાકાળ પત્યા બાદ છેલ્લા 4 માસથી જવલ્લે કોરોના કેસ જોવા મળ્યા હતા.જો કે તે પણ હોમ કોરન્ટાઇનમાં વહેલા સારા થઇ જતા હતા. જો કે 31મે 2022થી ફરી કોરોનાએ દેખા દેતાં ચિંતા ઉપજી હતી.જો કે તે દિવસથી કોરોનાના કેસો ચાલૂ થઇ જતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું.31 મેથી 5 જૂન સુધીમાં થોડા કેસ નોંધાયા બાદ 6 જૂનથી સતત 11 જૂન સુધી કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો હતો.8 જૂને તો લાંબાકાળ બાદ સાગમટે 5 કેસ નોંધાતા ચોથી લહેરની ભીતિ ઉઠી હતી.કોરોના કેસોની ઝડપ સતત વધતી જતાં 11 જૂન સુધીના 6 દિવસથી આ પરિસ્થિતિ અકબંધ રહી હતી. પરંતુ 12 જૂન રવિવારે કોરોના અટકી ગયો હતો.
આ દિવસે જિલ્લામાં કોઇ પણ તાલુકામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.પરિણામે લોકો અને આરોગ્ય તંત્રને પણ હાશ્કારો અનુભવાયો હતો. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 16 પર સ્થિર રહી હતી. બીજી તરફ કોવિડ-19ની સરકારની ગાઇડ લાઇન હજી અમલમાં જારી હોવાથી માસ્ક, સેનેટરાઇઝિંગ, પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.