તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકૃત માનસિકતા:ગોઇમા ગામે સગીરાને અશ્લિલ ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર ઝબ્બે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી પોતાની સાથે દબાણપૂર્વક વાતચીત કરવા જબરદસ્તી કરતો હતો
  • સાઇબર ક્રાઇમ પોલીસે પિતાની ફરિયાદ આધારે આરોપીને દબોચી લીધો

પારડીના ગોયમાનો એક વિકૃ્ત માનસિકતા ધરાવતા યુવક દ્વારા એક 14 વર્ષીય સગીરાનો પીછો કરી જાતિય સતામણી કરી તેના ફોટો વાયરલ કરવાની ધમકીની ફરિયાદના આધારે આરોપીને પોલીસે દબોચી લીધો હતો. જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સોમવાર 5 જૂલાઇ 2021ના રોજ એક સગીરા તેના વાલી સાથે આવી હતી. જ્યાં તેણીના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સગીર દીકરીને એક 22 વર્ષીય યુવક સ્મિત સુરેશભાઇ પટેલ, રહે.ગોઇમા, દાંડી ફળિયા, તા.પારડી. જિ.વલસાડનો તેના મોબાઇલ ફોનથી સોશ્યિલ મીડિયાના માધ્યમથી અશ્લિલ મેસેજો મોકલતો હતો.

ઉપરાંત સગીરાને પોતાની સાથે દબાણપૂર્વક વાતચીત કરવા જબરદસ્તી કરતો હતો. સગીરાનો પીછો કરી હાથ પકડી જાતિય સતામણી કરી સગીરા તથા તેની માતાના ફોટાઓ વાયરલ કરવા અને બદનામ કરવાની ધમકી આપતો હતો.

આ બનાવને ગંભીરતાથી લઇ એડિ. ડીજીપી ડો. એસપી રાજકુમાર અને એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ આરોપીને તાત્કાલિક પકડવા સૂચના આપતા ડીવાયએસપી મનોજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ વલસાડ સાઇબર ક્રાઇમ પો. સ્ટે.ના પીઆઇ વી.એચ.જાડેજા, પીએસઆઇ જે. જી. મોડ તથા આર. બી. વનારે એએસઆઇ રાહુલ ચેતન, મિતેશ નરહરદાન અને હે.કો. નિરેશ પંકભાઇની અલગ ટીમ તૈયાર કરી ટેક્નિકલ વર્ક આઉટ કરી ગણતરીના કલાકમાં જ સ્મિત પટેલ નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સ્મિત પટેલ રીઢો આરોપી છે, અગાઉ પોક્સોના ગુનામાં પણ પકડાયો હતો
એસપી ડો.ઝાલાએ જણાવ્યું કે,આરોપી સ્મિત પટેલ ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો છે.આ અગાઉ પણ સ્મિત પોક્સો હેઠળના કેસમાં પકડાયો હતો અને રીઢો આરોપી છે.મોબાઇલ,સોશ્યિલ મીડિયા એનાલિસિસ હેઠળ વધુ તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...