કાળ ભરખી ગયો:વ્યારાથી વાપી જઈ રહેલા યુવકોને વલસાડ હાઈવે પર ટ્રક ચાલકે અડફેટે લીધા, મોપેડ ચાલકનું મોત, એક ઈજાગ્રસ્ત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારાથી વાપી જઈ રહેલા મોપેડ ચાલકને વલસાડ હાઇવે ઉપર અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેને લઈ તાત્કાલિક સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવી 108 અને અને પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. આ અકસ્માતમાં મોપડે ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય યુવકને ઈજાપહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઇ ગયો
વ્યારાથી શંકર ગાવીત અને તેનો મિત્ર પ્રફુલ રતિલાલ ગાવીતને વલસાડ જિલ્લાના વાપીની કોઈ કંપનીમાં નોકરી મળતા બંને મિત્રો વાપી રહેવા માટે રૂમ શોધવા મોપેડ ન.GJ-26-Q-8323 લઈને વાપી જઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડ હાઇવે ઉપર પારનેરા નજીક ચંદ્રમોલેશ્વર મંદિર પાસે વાંકી નદીના બ્રિજ ઉપર કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ગફલતભરી ટ્રક હંકારી લાવી શંકર ગાવીતની મોપેડને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેથી બન્ને યુવકોને ગંભીરઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક 108 અને વલસાડ સીટી પોલીસની ટીમને જાણ કરી હતી.

પોલીસે આગળની તપાસ હાથ ધરી
વલસાડની 108ની ટીમે તાત્કાલિક ઇજાગ્રસ્ત પ્રફુલ રતિલાલ ગામીતને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જોકે, મોપેડ ચાલક શંકર ગામીતનું ઘટનાસ્થળે મોત થયું છે. વલસાડ સીટી પોલીસે લાશનો કબ્જો મેળવી તેમજ આજુબાજુના ખાનગી તથા સરકારી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. મોપેડ ચાલકે હેલ્મેટ પહેરેલું હોવા છત્તા તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...