આપઘાત:ચિંચાઇ પારનદી પુલ પરથી યુવકની મોતની છલાંગ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવકની ફાઇલ તસવીર - Divya Bhaskar
યુવકની ફાઇલ તસવીર
  • ભારે શોધખોળ બાદ યુવકની લાશ મળી
  • મૃતક યુવક દમણ નોકરી કરતો હતો

વલસાડ તાલુકાના છેવાડાના ચિંચાઇ ગામે પારનદીમાં ધરમપુર તાલુકાના તિસ્કરી ગામના 23 વર્ષીય યુવકે મોતની છલાંગ લગાવી હતી. યુવકે મોપેડ પુલ ઉપર મુકીને ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ધરમપુરના તિસકરી ગામે રહેતો 22 વર્ષીય મંથન ભોયા દમણ નોકરી કરે છે.જે સવારે રાબેતા મુજબ શુક્રવારે મોપેડ લઇને ઘરથી નોકરી જવા માટે નિકળ્યો હતો. બપોરે 1 વાગ્યાના સુમારે ચિંચાઇ ગામેથી પસાર થતી પારનદીના પુલ પર આવ્યા બાદ બાઇક ઉભી રાખી નદીમાં ઝંપલાવી દીધું હતું.જેના પગલે ડુબી જવાથી આ યુવકનુંં મોત નિપજ્યું હતું.

જો કે નદીમાં પાણીનો ભારે પ્રવાહ હોવાથી તેના મૃતદેહને સ્થાનિક લોકોએ નાવડીથી ભારે શોધખોળ હાથ ધરી હતી,પરંતું તેનો કોઇ પત્તો જડ્યો ન હતો.રાત પડી જવા છતાં આ યુવકનો મૃતદેહ શોધવા્ સ્થાનિક યુવા તરવૈયાઓએ હોડી લઇને નદીના વિસ્તારોમાં ભારે શોધખોળ જારી રાખી હતી.જેનો મૃતદેહ શનિવારે બપોરે મળ્યોહતો. ગામના સરપંચના પતિ દશરથભાઇ પટેલ પણ જાણ થતાં સ્થળ પર પહોંચ્યા હતા.જ્યાં માછલી પકડવાનો વ્યવસાય કરનારા અને વેલવાચના તરવૈયાઓ પણ આવી પહોંચ્યા હતા.તરવૈયાઓએ હોડી મારફત સતત શોધખોળ ચાલૂ રાખતાં 24 કલાક બાદ મંથનનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો. આ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ કારણ જાણવા મળ્યું નથી.

યુવકે બાઇક પુલ પરથી લઇ જવા મેસેજ કર્યો હતો
સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ આ યુવકે ચિંચાઇના પારનદીના પુલ પરથી કૂદી પડી આત્મહત્યા કરતા પહેલા મોબાઇલ પર જેની મોપેડ હતી તેને મેસેજ કર્યો હતો કે બાઇક પારનદીના પુલ પરથી બાઇક લઇ જજો.જો કે આ પ્રકારની અનેક ચર્ચાઓ ચાલી હતી,જેની તપાસ બાદ જ જાણ થશે તેવુ મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...