યુવક દરિયામાં ડૂબ્યો:નારગોલ દરિયા કિનારેથી 6 નોટિકલ માઈલ દરિયામાં બોટને દોરડું બાંધવા જતા યુવક ડૂબ્યો, ક્રુ મેમ્બર્સે શોધખોળ હાથ ધરી

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે નારગોલ બીચથી 6 નોટિકલ માઈલ દરિયામાં એરો સ્ટાર બોટ દરિયામાં અંદર જઈ રહી હતી. જે દરમ્યાન બોટનું છૂટી ગયેલું દોરડું બાંધવા જતા એક કૃ મેમ્બર દરિયામાં પડી ગયો હતો. ઘટનાની જાણ સથી ક્રુ મેમ્બરને થતા મધ દારીએ બોટ અટકાવી યુવકની શોધખોળ હાથ ધરી હતી. યુવકનો કોઈ પત્તો ન લાગતા ઘટનાની ઉમરગામ મરીન પોલીસ મથકે નોંધ કરવી હતી.

ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારેથી છ નોટિકલ માઈલ અંદર બોટ નંબર RJP LV 00278 માં ક્રુ મેમ્બર્સ સાથે મિતેશ કુલકર્ણી અને સાથી ક્રુ મેમ્બર્સ જઈ રહ્યા હતા. જે દરમિયાન બોટમાં બાંધેલી રસી છૂટી જતા મિતેશ બોટમાં રસી બાંધવા ગયો હતો. જે દરમિયાન ચાલુ બોટમાંથી દરિયામાં પડી ગયો હતો. આથી ક્રુ મેમ્બર્સે બોટ અટકાવી દરિયામાં શોધખોળ હાથ ધોરી હતી, પરંતુ મિતેશ કુલકર્ણી મળી આવ્યો ન હતો. જેથી એરો સ્ટાર બોટ પરત લઈ નારગોલ કિનારા ઉપર ક્રુ મેમ્બર્સ આવ્યા હતા. બનાવ અંગે અમિતભાઈ શાહે ઉમરગામ મરીન પોલીસ મથકે મિતેશ શશીકાંત કુલકર્ણી દરિયામાં ગુમ થયો હોવાની નોંધ કરાવી હતી. મિતેશ કુલકર્ણી ઉંમર વર્ષ 30, મધ્યમ બાંધો, ઊંચાઈ 5 ફૂટ 6ઇંચ, શરીરે ગ્રે કલરનું ટીશર્ટ અને બરમુડો પહેરેલો છે. જો કોઈને પણ તેની ભાળ મળે તો મરીન પોલીસ અથવા તો નજીકના પોલીસ મથકે જાણ કરવા મરીન પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...