સિદ્ધી:વલસાડનો યુવક અમેરિકામાં બન્યો પાયલોટ, 1 વર્ષમાં 1 હજાર કિમીની મુસાફરી પૂર્ણ કરી

વલસાડ10 મહિનો પહેલા
સની નાયક માત્ર 22 વર્ષની ઉંમરે પાયલોટ બની ગયો. - Divya Bhaskar
સની નાયક માત્ર 22 વર્ષની ઉંમરે પાયલોટ બની ગયો.
  • અમેરિકાની રિપબ્લીક એરવેઝમાં પાયલોટ તરીકે નિમણૂક થઈ
  • 65 પેસેન્જરને લઇ જતું ડબલ એન્જિનનું એમ્બરર 175 પ્લેન ઉડાવ્યું

વલસાડના યુવાનોએ અનેક ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી છે. ત્યારે વલસાડ નજીકના એક નાનકડા ગામ ગોરવાડાના અનાવિલ પરિવારના યુવાન સની તુષાર નાયકે અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું છે. સની નાયક માત્ર 22 વર્ષની ઉંમરે પાયલોટ બની ગયો હતો અને એક વર્ષમાં તેણે 1 હજાર કિમીની મુસાફરી પુર્ણ કરી દીધી છે.

અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું.
અમેરિકામાં પાયલોટ બની એક અનોખા ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવી અનાવિલ સમાજનું ગૌરવ વધાર્યું.

બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક થઇ
મૂળ વલસાડના ગોરવાડા ગામના તુષાર નાયક અને શ્રદ્ધા નાયકનો 22 વર્ષીય પુત્ર સનીની અમેરિકાની રિપબ્લીક એરવેઝમાં માત્ર સહાયક પાયલોટ તરીકે જ નહી, પરંતુ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક થઇ છે. આટલી ઉંમરે તેણે સિદ્ધ કરેલા આ શિખર અનાવિલ સમાજનું જ નહીં, પરંતુ વલસાડનું ગૌરવ વધાર્યું છે.

પ્રથમ ઉડાન પીટ્સબર્ગથી બોસ્ટન સુધીની ભરી હતી
સની હાલ 65 પેસેન્જરને લઇ જતું ડબલ એન્જિનનું એમ્બરર 175 પ્લેન ઉડાવી રહ્યો છે. આગામી સમયમાં તે 2500 કલાકના ઉડાન બાદ કેપ્ટન બની જશે એવું તેના પિતા તુષાર નાયકે જણાવ્યું હતુ. સનીના પાયલોટ બન્યા બાદ તેણે પ્રથમ ઉડાન પીટ્સબર્ગથી બોસ્ટન સુધીની ભરી હતી. એ સમયે તેના માતા શ્રદ્ધાબેન અને પિતા તુષાર ભાઇ પણ તેમની સાથે ઉડાનમાં સાથે હતા. સની આગામી ટૂંક જ સમયમાં કેપ્ટન બને એવી શુભેચ્છાઓ આપી છે.

ટ્રાવેલિંગ કરવાનો શોખ પૂરો કરવા પાયલોટ બનવાનું વિચાર્યું હતું.
ટ્રાવેલિંગ કરવાનો શોખ પૂરો કરવા પાયલોટ બનવાનું વિચાર્યું હતું.

શરૂઆતમાં એક એન્જિનવાળું નાનું વિમાન ચલાવ્યું
સનીએ જણાવ્યું હતું કે, હું 17 વર્ષનો હતો ત્યારે મને ટ્રાવેલિંગ કરવાનો શોખ હતો. જેથી મે પાયલોટ બનવા અંગેની ઈચ્છા માતા-પિતાને જણાવી હતી. સંમતિ પણ મળી ગઈ અને ટ્રેનિંગ ચાલુ કરી દીધી હતી. ત્યારબાદ મે મારી હાઈસ્કૂલ અને કોલેજ પૂર્ણ કરી હતી. મને પહેલી જોબ મળી હતી જેમાં એક એન્જિનવાળું નાનું વિમાન ચલાવવાનું હતું. 1 હજાર કલાક વિમાન ચલાવવું જોઈએ કોઈ પણ એરલાઈન્સમાં જવા માટે. જે મે પૂર્ણ કરીને એરલાઈન્સમાં ટ્રેનિંગ કરી હતી. હાલ 65 પેસેન્જરને લઇ જતું ડબલ એન્જિનનું એમ્બરર 175 પ્લેન ઉડાવી રહ્યો છું.

પ્રથમ ઉડાન ભરી ત્યારે માતા-પિતા સાથે હતા.
પ્રથમ ઉડાન ભરી ત્યારે માતા-પિતા સાથે હતા.

પાયલોટ સનીએ સંદેશ આપ્યો
સનીએ વધુાં જણાવ્યું હતું કે, હવે હું મારા ટ્રાવેલનો શોખ પણ પૂર્ણ કરી રહ્યો છું. નવા નવા લોકોને મળી રહ્યો છું. કંઈ પણ અશક્ય નથી. જો તમે ધારો તો કંઈ પણ કરી શકો છો. કોઈ પણ તમને રોકી નહીં શકે. તમારા માતા-પિતા સાથે વાત કરો અને નિરાકરણ મળી જશે અને તેમ કંઈ પણ કરી શકો છો.