સોશિયલ મીડિયા પર મિત્રતા મોંઘી પડી:વલસાડની એક મહિલા સાથે મિત્રતા કરી યુવકે વીડિયો કોલ મારફત ન્યૂડ વીડિયો બનાવ્યો, વાઈરલ કરવાની ધમકી આપી

વલસાડ3 દિવસ પહેલા
  • મહિલાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરતા જૂનાગઢના શખ્સની ધરપકડ

વલસાડની એક મહિલાને સોશિયલ મીડિયા મારફત જૂનાગઢના યુવક સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. મહિલા સાથે મિત્રતા કર્યા બાદ યુવકે વીડિયો કોલ કરી મહિલાનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો. મહિલા તાબે ના થાય તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતા જૂનાગઢના યુવકની પોલીસે ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લાની એક પરિણીતાના સોશિયલ મીડિયા ઉપર જૂનાગઢના યુવકે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી. મહિલાએ સોશિયલ મીડિયા ઉપર આવેલી રિકવેસ્ટ સ્વીકારી લીધી હતી. યુવકે મહિલા સાથે ટૂંક સમયમાં જ ગાઢ મિત્રતા કેળવી હતી. જે બાદ યુવકે મહિલાને વિશ્વાસમાં લઈને વીડિયો કોલ કરી તે કોલ સ્ક્રીન રેકોડ કરી મહિલાનો ન્યૂડ વીડિયો તૈયાર કર્યો હતો. યુવકે મહિલાનો ન્યૂડ વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને મહિલાને યુવકના તાબે થવા ધમકી આપી હતી. સજાગ મહિલાએ તાત્કાલિક વલસાડ સાઇબર ક્રાઈમ ટીમનો સંપર્ક કરીને યુવક વિરુદ્ધ FIR નોંધાવી હતી. જે કેસમાં વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

સોશિયલ મીડિયા ઉપર જૂનાગઢના રમેશભાઈ દેવસીભાઈ ઓડેદરા એ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાવી હતી. રમેશ સોશિયલ મીડિયા ઉપર સુંદર દેખાતી મહિલાઓ અને યુવતીઓને રિકવેસ્ટ મોકલાવતો રહેતો હોય છે. વલસાડની એક પરિણીત મહિલાએ રમેશની રિકવેસ્ટ સ્વીકારી લીધી હતી. રમેશે મહિલા સાથે સંપર્ક વધારી ચેટના માધ્યમથી વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. રમેશે મહિલા સાથે વીડિયો કોલિંગ કરીને વાત કરવાની શરૂઆત કરી હતી. જે દરમિયાન મહિલાને ન્યૂડ થવા જણાવી વાત કરવા લાગ્યો હતો. જે બાદ મહિલા સાથે વીડિયો કોલની સ્ક્રીન રેકોર્ડ કરીને મહિલાનો ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. રમેશે મહિલાને તાબે થવા જણાવ્યું હતું. અને મહિલા રમેશને તાબે ન થાય તો સોશિયલ મીડિયામાં મહિલાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. રમેશની ધમકીથી સજાગ બનેલી મહિલાએ આવા નરાધમો અન્ય કોઈ મહિલાઓને શિકાર બનાવતા અટકાવવા વલસાડ સાઇબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં યુવક સોશિયલ મીડિયામાં સુંદર દેખાતી મહિલાઓની સાથે દોસ્તી કરવા ટેવાયો હતો.

આરોપીના ફોનમાંથી 25 થી 30 મહિલાઓ સાથેની ચેટ મળી
યુવક રમેશ જુનગઢ ખાતે આવેલી એક હોટલમાં લાઈવ ઢોકળા બનાવવાની દુકાનમાં છૂટક મજૂરી કરતો હતો. રમેશ SSC નાપાસ છે. સાઇબર ક્રાઇમની ટીમે રમેશનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા 25થી 30 સુંદર મહિલાઓ સાથે તેની ચેટ સામે આવી છે. વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.આવા કોઈ વ્યક્તિનો શિકાર બન્યા હોય તો નજીકના પોલીસ મથકે કે વલસાડ સાઇબર ક્રાઇની ટીમનો સંપર્ક કરવા વલસાડ જિલ્લા પોલીસે અપીલ કરી છે

Share Chat એપ્લિકેશનનો ID બનાવ્યો હતો
વલસાડ સાઇબર ક્રાઇમમાં નોંધાયેલી વલસાડની પરીણીતાની ફરિયાદમાં આરોપીએ વોટ્સ એપ પર મહિલાનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતું.આ જૂનાગઢના આરોપીએ Share Chat એપ્લિકેશનનો આઇડી બનાવ્યો હતો જેનું નામ odedra Ramesh રાખ્યું હતું.તેના માધ્યમથી વલસાડની પરિણીતાના સંપર્ક કરી વાતોમાં ભો‌ળવી વિશ્વાસમાં લીધી હતી.

સ્ક્રીન રેકોર્ડિંગ કરી ન્યૂડ વીડિયો ક્લિપ બનાવી
જૂનાગઢના આ ઠગભગતે પોતાના આઇડીના માધ્યમથી પરિણીતાનો સંપર્ક કરી વિશ્વાસમાં લઇ વીડિયો કોલિંગ કર્યું હતું અને પોતાના મોબાઇલમાં પરિણીતાની જાણ બહાર સ્ક્રીન રેકોર્ડિંગ કરી વીડિયો ક્લિપ તૈયાર કરી લીધી હતી.ત્યારબાદ તેણે પરિણીતાના પતિને મોકલી વાયરલ કરી હતી.સાથે અન્ય લોકોને પણ મોકલી વાયરલ કરવાની ધમકી આપતાં પરિણીતાના પગ તળેથી જાણે ધરતી સરકી ગઇ હતી તેવો અહેસાસ થયો હતો.

આરોપી ધો.10 નાપાસ
વલસાડની પરિણીતાને મોબાઇલ ઉપર વોટ્સઅપ અને શેર ચેટ અપ્લિકેશનના માધ્યમથી સંપર્કમાં આવી તેણીનો ન્યૂુડ વીડિયો બનાવી લેનાર જૂનાગઢનો આરોપી ત્યાંની એક હોટલમાં સામાન્ય નોકરી કરે છે.આ આરોપી ધો.10 નાપાસ છે અને તેણીનો ન્યૂડ વીડિયો બનાવી પરિણીતાને હેરાન પરેશાન કરી રહ્યો હતો.જેને ઝડપી જેલ ભેેગો કરાયો છે.> વી.એચ.જાડેજા,પીઆઇ,વલસાડ સાઇબર ક્રાઇમ

ગુનેગારની મોડ્સ ઓપરેન્ડી
ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે,સાઇબર ક્રાઇમના આ ગુનામાં ઝડપાયેલો આરોપી રમેશ ઓડેદરા ખાસ કરીને મહિલાના Share chate જેવા સોશ્યિલ સાઇટ્સ દ્વારા સંપર્ક કરતો હતો.ત્યારબાદ તેની વાતોમાં ભો‌ળવાઇ જતી મહિલાઓનેવિશ્વાસમાં લેવામાં આવે છે અને વિડિયો કોલિંગ દરમિયાન જ ભોગ બનનારના મોબાઇલમાં સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા ન્યૂડ વીડિયો ક્લિપ બનાવી લેતો હતો. જોકે આવા બનાવમાં ઘણી વખત મહિલા અને યુવતીઓ સામેના વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ‌ મુકી ન કરવાનું કરી બેસતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...