શ્રદ્ધાંજલિ:એક વર્ષ દરમિયાન શહીદ થયેલા પોલીસ જવાન અને કર્મચારીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવતા પોલીસ અધિકારી

વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 21મી ઓક્ટોબરે શહીદ દિવસ નિમિત્તે દેશમાં પોલીસ જવાનોએ ફરજ દરમ્યાન જીવ ગુમાવનાર શહીદ જવાનોને વલસાડ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મચારી દ્વારા શહીદ દેશમાં ફરજ દરમ્યાન જીવ ગુમાવનાર તમામ જવાનોને યાદ કરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ કરી દેશના સપૂત જવાનો તથા સહિત પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલી પાઠવી શહીદ દિવસ નિમિત્તે જવાનોની શહાદત ને યાદ કરી હતી.

પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જ્યારે આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા SP ડો. રાજદીપસિંહ ઝાલા, જિલ્લાના DySP અને વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એસ આઈ સહિત પોલીસ જવાનો અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...