તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વલસાડમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણમંત્રીના હસ્તે લાભાર્થીઓને ચેક, અધિકારીપત્રો અને કીટ્સનું વિતરણ કરાયું

રાજયના મુખ્યમંત્રીના 5 વર્ષના શાસનમાં થયેલા વિકાસના કામોને જનજન સુધી માહિતી પહોંચાડવા વલસાડ જિલ્લાએમાં રાજયના શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાના હસ્તે‘ વિશ્વ વન દિવસ’ નિમિત્તે જિલ્લારના 20 લાભાર્થીઓને ભંડારી સમાજ હોલ, ભિલાડ ખાતે વન અધિકાર અધિનિયમ - 2006 હેઠળ જંગલની જમીનના અધિકારપત્રો, ન્યુઓ ગુજરાત પેર્ટન, હળપતિ ગૃહ નિર્માણ યોજનાના આવાસના લાભાર્થીઓને સહાયના ચેકોનું અને ડી સેગના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કર્યુ હતું.

મંત્રીએ આ વેળાએ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્રો આપી સન્માઆન કર્યુ હતું. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ચાલુ વર્ષે શાળાઓમાં ફી વધારો નહીં થાય તેની લોકોને ખાતરી આપી છે. સાથે શાળાઓ શરૂ થાય બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારોને રોજગરુ પત્રો આપીને રાજ્યમાં બેરોજગારી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેવી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

આ અવસરે રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રનસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યનમંત્રી નિતીનભાઇ પટેલની સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં સરકારના અગત્યવના થયેલા કામોની રાજયની પ્રજાને જાણકારી મળે તે હેતુસર તા. 1 લી ઓગસ્ટ થી તા. 9 મી ઓગષ્ટ સુધી નવ દિવસ સુધી નવરાત્રિના પવિત્ર નવ દિવસોની જેમ આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. રાજય સરકારે જે કીધું છે તે કર્યુ છે. રાજય સરકારે સર્વાગીણ, સમતોલ વિકાસ કર્યો છે.

હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યનમંત્રી નરેન્દ્ર ભાઇએ રાજયના ઉંમરગામથી અંબાજી સુધીના પૂર્વપટ્ટીમાં વસતા આદિજાતિ વિસ્તારોમાં વનબંધુઓના વિકાસ માટે રૂા. 1 લાખ કરોડની વનબંધુ યોજના અમલી કરી હતી. આ યોજનાના અમલ પહેલા આદિજાતિ વિસ્તારોમાં જયાં પહેલા રસ્તા પાણી શૌચાલય, બસ સેવા, શિક્ષણ કે આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ ન હતી ત્યાં હવે ગુણવત્તાયુકત રસ્તા, નલ સે જલ યોજના અંતરગત ઘરે ઘરે નળમાં પીવા માટે શુધ્ધા પાણી, બસની સુવિદ્યા, શ્રેષ્ઠ ઉચ્ચં શિક્ષણ અને તબીબોથી સજ્જ સરકારી હોસ્પિવટલો ઉપરાંત વનબંધુઓ માટે તેમની જમીનની માલિકીના હક્કો પૂરાં પાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, અને તેમની સનદો સૌથી વધુ ગુજરાતે આપીને રાજયના વનબંધુઓના સર્વાગી વિકાસનો નવો રાહ ચિંધ્યો છે.

રાજયના તત્કાલીન મુખ્યીમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વનબંધુઓના વિકાસ માટે આદરેલી આ વિકાસયાત્રા રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ કાર્યરત રાખી આ યોજનાના લાભો છેવાડાના માનવી સુધી મળે અને તેનું રીયલ ટાઇમ ફોલોઅપ અને સમયબધ્ધ આયોજનને કારણે રાજયના આદિજાતિ વિસ્તારોના લોકોની આર્થિક- સામાજિક વિકાસની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. આદિવાસી પરિવારનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત રહે નહિં અને તેને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રાજય સરકાર સંપૂર્ણ પ્રતિબધ્ધંતા સાથે આગળ વધી રહી છે.

આદિવાસી બાળકો માટે આશ્રમશાળાઓ, આદર્શ નિવાસી શાળઓ અને એકલવ્યં શાળાઓના વિદ્યાર્થીઓને રહેવા, જમવા તથા અભ્યાશસની સુવિદ્યાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજયના સંવેદશનશીલ મુખ્યેમંત્રી વિજયભાઇ રૂપાણીએ વનબંધુઓના કલ્યાુણ યોજના ફેઝ-2 અંતર્ગત આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે રૂા. 1 લાખ કરોડ બજેટમાં ફાળવ્યા છે. જેના દ્વારા આદિજાતિ પરિવારો માટે રોજગારીનું તકોનું નિર્માણ થશે. કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં ચાલુ વર્ષે શાળાની ફીમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. તેમજ શાળાઓમાં કોવિડની SOPનું ચુસ્ત પાલન કરવા શાળાઓને સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વાર અનેક યુવાનોને રોજગારીની તકો આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...