મતદાન જાગૃતિ:વલસાડ અને ઉમરગામની સરીગામ GIDCની કંપનીઓમાં કામદારો અને કર્મચારીઓએ નિર્ભયતા પૂર્વક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ઉમરગામ તાલુકા ચૂંટણી વિભાગ દ્વારા સરીગામ જીઆઇડીસીમાં સૌથી વધુ કામદારો ધરાવતી કંપની માયલન લેબ, અપાર ઇન્ડસ્ટ્રી, મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપની સહિત સરીગામની વિવિધ કંપનીઓમાં કામદારોને મતદાન અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કામદારોને લોકશાહીના મહાપર્વમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યુ હતુ. સાથે તાલુકા ચૂંટણી અધિકારી દ્વારા કંપનીઓના કામદારોને કોઈપણ દાબ દબાણ લોભ લાલચમાં આવ્યા વિના તેમજ ઊંચનીચના ભેદભાવ ભૂલીને નિર્ભય તેમજ નિષ્પક્ષ બની 1 ડિસેમ્બર 2022 ના રોજ મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા. સાથે સરીગામ જીઆઇડીસીના કામદારોને નિષ્પક્ષ રહી મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

વલસાડ તાલુકા ચૂંટણી અધિકારીએ તાલુકાની બાલાજી વેફર્સ, ફ્લેર રાઇટીંગ કંપની, એસેન્ટ મેડિકલ કંપની સહિત કંપનીઓના સ્ટાફ અને કર્મચારીઓને નિષ્પક્ષ રહી મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. તાલુકાના વિવિધ કંપનીઓના કર્મચારીઓને જાગૃત કરી લોકશાહીના મહાપર્વમાં જોડાવા માટે આહવાન કર્યું હતું, સાથે તાલુકા ચૂંટણી અધિકારીઓ દ્વારા કંપનીઓના કર્મચારીઓને દાબદબાણ, લોભ લાલચ માં આવ્યા વિના તેમજ ઉચ્ચનીચના ભેદભાવ ભૂલીને નિષ્પક્ષ બનીને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

અન્ય સમાચારો પણ છે...