હાલાકી:સેલવાસમાં સામરવરણી બ્રીજનું કામ મંથરગતિએ

સેલવાસ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં વાહન ચાલકોની હાલત બગડશે

દાનહના સેલવાસ ખાનવેલ રોડ પર સામરવરણી નજીક રિંગ રોડને જોડતો પુલની કામગીરી એકદમ મંથરગતિએ ચાલી રહેલી હોય વાહન ચાલકો હેરાન થઇ રહ્યા છે. થોડા દિવસોમાં ચોમાસું શરૂ થવાની તૈયારીમાં હોય પુલના અધુરા કામને લીધે વાહનચાલકોની હાલત વધુ કફોડી બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

હાલમાં આ પુલના કામકાજને કારણે સવારે અને સાંજના સમયે ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે જો આ પુલનુ કામ ઝડપી ન થાય તો નાના મોટા દરેક વાહનચાલકોને તકલીફ પડશે.આ પુલનો સર્વિસ રોડ પણ રિપેર કરવામાં આવ્યો નથી. જેમાં પડેલ ખાડાને કારણે વારંવાર અકસ્માતની પણ ઘટનાઓ બનતી રહે છે.

ગત માસમાં એક કંપનીનો કર્મચારી બાઈક પર પસાર થઇ રહ્યો હતો તે સમયે ખાડામાં બાઈક પડતા ટેમ્પો નીચે આવી ગયો હતો અને એનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.પ્રશાસનના અધિકારીઓ દ્વારા ધ્યાન આપી આ બ્રિજનુ કામ ઝડપથી પૂર્ણ કરાવે એવી માગ લોકોમાં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...