વલસાડ શહેરના પાવર હાઉસ પાસે ભિખારીના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ઘરની સામે કપડાં ધોઈ રહેલી મહિલાની નજર ચૂકવી ઘરમાં પ્રવેશી હતી. ઘરમાં મુકેલા કબાટનું તાળું તોડી કબાટમાં મુકેલા સોના ચાંદીના ઘરેણાં ચોરી લીધા હતા. ઉપર આરામ કરી રહેલા ઘર માલિકે ભિખારી મહિલાઓને ઘરની બહાર તગેડે મૂકી હતી. ઘરમાં ચેક કરતા સોના ચાંદીના ઘરેણાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
વલસાડ શહેરના પાવર હાઉસ પાસે.આવેલી નવગાડાની ચાલ પાછળ રહેતા રાજુભાઈ ઇશ્વરભાઇ નાયકાના ઘરે બુધવારે સવારે 11:30 વાગ્યાના સુમારે તેમના ઘર નજીક આશરે 6 મહિલાઓ 4 નાના બાળકોને લઇને ભીખ માંગવા માટે આવી હતી. તે સમયે રાજુભાઈના બહેન ઘરનો દરવાજો બંધ કરી ઘર ના સામે કપડા ધોઈ રહ્યા હતા. ત્યારે આ મહિલાઓ લોકો ની નજર ચૂકવી ઘર નો દરવાજો ખોલી ઘરમા ઘૂસી ગઈ હતી. અને ઘરમા મૂકેલા કબાટનું લોક કોઈક હથિયાર વડે તોડી કબાટ માં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં અંદાજે અઢીથી 3 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાની ચોરી કરી લીધા હતા.
ઉપરના રૂમમાં આરામ કરી રહેલા રાજુભાઈ નીચે ઉતરીને તમામ મહિલાઓ ને ત્યાંથી નીકળી જવા જણાવ્યું હતું. બાદ માં ઘરમા મૂકેલા કબાટ ચેક કરતા તેમાંથી સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ કબાટમાંથી ચોરાયા હોવાનું જણાતા રાજુભાઈએ તાત્કાલિક વલસાડ નગરપાલિકાના ઉપ પ્રમુખ કિરણભાઈ ભંડારી ( બેટરી ) ને જાણ કરવામાં આવી હતી. અને કિરણભાઈ CCTv કેમેરાના ફૂટેજ લઇને વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.