હુકમ:પોલીસને દવા પીવડાવી આરોપી ભગાડી જવાના કેસમાં મહિલાના જામીન રદ

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પાર્ટીને હોટલમાં જમાડવા લઇ જઇ કાવતરું કર્યુ હતુ

વલસાડ કોર્ટમાંથી લાજપોર સુરતની મધ્યસ્થ જેલમાં લઇ જતી પોલીસ પાર્ટીને વાઘલધરામાં હોટલમાં જમવા લઇ ગયા બાદ ઠંડા પીણામાં ઘેનયુક્ત પ્રવાહી પીવડાવી આરોપીને ભગાડી જવાના કેસમાં મહિલાના જામીન વલસાડ સેશન્સ કોર્ટે ફગાવી દીધા હતા.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ ડી.કે.સોનીએ આ હુકમ કર્યો હતો.

લાજપોર મધ્યસ્થ જેલના એક કેદી હાજીમ ઉર્ફે સલીમ હાસમ સમાને લઇને પોલીસપાર્ટી વલસાડ કોર્ટના કામે 26 ફેબ્રુઆરી 2015ના રોજ આવી હતી.જેનો ઠરાવ પડતાં કેદીને લઇને તેમના સાથે આરોપીની સંબંધી એક બુરખાવાળી મહિલા વિગેરે આરોપીએ જલ્દી લાજપોર પહોંચી જઇશું તેમ કહી પોલીસ જવાનોને આરોપીના સંબંધીની કારમાં બેસાડી સુરત પરત થવા નિકળ્યા હતા.દરમિયાન રસ્તામાં ભુખ લાગી છે તેવું જણાવી કાર થોભાવી વાઘલધરા રાહગીર હોટલમાં જમવા ગયા હતા.દરમિયાન આરોપી હાજીમે ઠંડું પીણૂું મગાવી આપતા કો.પરવતસિંહ,મનહરસિંહે પીધું હતું.

ત્યારબાદ બંન્નેને ચકકર આવતાં બેભાન જેવા થઇ ગયા હતા.ત્યારબાદ એક મહિલા સહિત આરોપી ભાગી ગયા હતા.આ કેસમાં મહિલા આરોપી રેશમા મરિયમ હાજી સમાની ધરપકડ થઇ હતી.જેની જામીન અરજી વલસાડ સેશન્સ કોર્ટમાં રજૂ થતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી એડિ.સે.જજ ડી.કે.સોનીએ ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...