તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:વલસાડ અતુલ હાઇવે ઉપર પાર નદી ઉપર મંગળવારે એક મહિલાએ મોતની છલાંગ લગાવી, 3 દિવસમાં બીજી ઘટના

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોવાથી પોલીસ પોઇન્ટની માંગણી કરતા સ્થાનિકો

વલસાડ અતુલ હાઇવે ઉપર આવેલા પાર નદી ઉપરથી મંગળવારે 42 વર્ષીય મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક રૂરલ પોલીસ અને ચંદ્રપુરના તરવૈયાઓને જાણ કરી હતી. તાત્કાલિક ચંદ્રપુરના તરવૈયાઓ પારનદી પાસે પહોંચી પાણીમાંથી મહિલાની લાશ શોધવાના પ્રયાસ હાથ ધર્યો હતો. રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

વલસાડ અતુલ નજીક હાઇવે ઉપર આવેલી પાર નદી ઉપરથી ચાલતી આવેલી એક અજાણી મહિલાએ મંગળવારે સવારે મોતની છલાંગ લગાવી હતી. મહિલાને મોતની છલાંગ લગાવતા જોતા તાત્કાલિક સ્થાનિક લોકોને બનાવની જાણ કરી હતી. સ્થાનિક લોકોએ રૂરલ પોલીસ અને ચંદ્રપુરના તરવૈયાઓને બનાવની જાણ કરી હતી. ચંદ્રપુરના તરવૈયાઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 35 ફૂટ ઊંડા પાણીમાંથી અજાણી મહિલાની લાશની શોધખોળ હાથ ધરી હતી.

રૂરલ પોલીસના PSI રાણા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચીને આજુબાજુમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. અડધા કલાકની ભારે નહેમત બાદ મહિલાની લાશ ચંદ્રપુરના તરવૈયાઓએ બહાર કાઢવામાં સફળતા મળી હતી. પોલીસે સ્થાનિક લોકોને બોલાવી લાશની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. લાશની હજુ કોઈ ઓળખ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...