વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર ગુંદલાવની એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. ચાલુ રોડ હોવાથી રાહદારીઓ અને સ્થાનિક લોકો બ્રિજ ઉપરથી મહિલાને બચાવવા પોકાર લગાવી રહ્યા હતા. જેમાં નજીકથી હોમગાર્ડના જવાને ઔરંગા નદીમાં ઝંપલાવી કાદવમાં ખુંપેલી મહિલાને બહાર કાઢીને 108ની મદદ વડે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
વલસાડના કૈલાશ રોડ ઉપર ઔરંગા નદીના બ્રિજ ઉપરથી ગુંદલાવમાં એકલી રહેતી 45 વર્ષીય મહિલાએ ઔરંગા નદી ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. ઔરંગા નદીમાં પાણી ઓછું હોવાથી મહિલા કાદવમાં ખુંપી ગઈ હતી. મહિલાને ઔરંગા નદીના બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવતા જોઈ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઔરંગા નદીના બ્રિજ ઉપરથી મહિલાને બચાવવા બુમો મારી રહ્યા હતા. જેમાં નજીકથી એક હોમગાર્ડ જવાને પાણીમાં ઝંપલાવી મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
કાદવમાં ખુંપેલી મહિલાને 108ની મદદ વડે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ છે. ઘટનાની જાણ સિટી પોલીસની ટીમને થતા પોલીસે મહિલાનો ફોટો પાડી સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુંદલાવ સરપંચે દયાળ નગરમાં એકલી રહેતી અને સાઉથ ઇન્ડિયન મહિલા હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વલસાડની ઔરંગા નદીમાં પાણી ખૂબજ ઓછું હોવાથી મોતની છલાંગ લગાવનારી મહિલાનો જીવ બચાવી શકાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.