ટ્રેનમાં આત્મહત્યા:આપઘાત કરવા જેવું પગલું ન ભરવાનું સમજાવનાર વલસાડની યુવતીએ જ ટ્રેનના ડબ્બામાં ગળાફાંસો ખાધો

વલસાડ3 મહિનો પહેલા
  • નવસારીની યુવતી ચનોદની OASIS સંસ્થામાં ફેલોશોપ કરતી હતી
  • મરોલી ખાતે એક શિક્ષિકાને મળવા જવાનું કહી ઘરેથી યુવતી ગઈ હતી

વલસાડ રેલવે સ્ટેશન પર ગત રોજ મોડી રાત્રે અમદાવાદથી આવેલી ગુજરાત કવિન ટ્રેનના D-12ના કોચમાં એક યુવતીની ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.

વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવિન ટ્રેનમાં સફાઈ કામદારે D-12 કોચમાં એક અજાણી યુવતીને ફાસો ખાધેલી હાલતમાં જોઈ હતી. તાત્કાલિક સ્ટેશન માસ્તર અને GRPને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. યુવતી પાસેથી રેલવેની ટીકીટ કે કઈ મળ્યું ન હતું. પોલીસે FSLની ટીમની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી ધરી છે. યુવતી પાસે મળેલા ફોન ઉપર યુવતીની ઓળખ થઈ હતી. પરિવારને બોલાવી આગળની તપાસ હાથ ધરી છે.

યુવતી 5 દિવસ અગાઉ બરોડાથી નવસારી આવી હતી
આ બનાવ અંગે જી.આર.પી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ, નવસારી ભક્તિ નગર, જલારામબાપાના મંદિરની બાજુમાં રહેતી 18 વર્ષીય માનસી શીતપ્રશાદ ગુપ્તા બરોડામાં પ્રથમ વર્ષમાં કોલેજ કરતી હતી અને સાથે એક સામાજિક સંસ્થામાં ફેલોશીપ કરતી હતી. જે 5 દિવસ અગાઉ બરોડાથી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી.ગતરોજ તેણે તેની માતાને જણવ્યું હતું કે, સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા જવાનું જણાવી ઘરેથી નીકળી હતી.

સફાઈ કામદારોએ માનસીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ
એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવા નું કહ્યું હતું અને બીજા દિવશે માનસીએ ગુજરાત કવિન ટ્રેનના D-12નંબરના કોચમાં સમાન મુકવાની જગ્યાએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ગુજરાત કવિન મોડી રાત્રે 12:30 વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી અને ત્યારબાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારોએ માનસીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જી.આર.પી પોલીસ મથક ના પી. એસ. આઈ જે. વી. વ્યાસ અને તેમની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને એફ.એસ.એલને બોલાવી આગળની તાપસ શરૂ કરી હતી.

માનસી ભણવામાં ખુબજ હોશિયાર હતી: પિતા
આ બનાવમાં માનસીના પિતા શીતલાપ્રશાદ ગુપ્તાના જણવ્યા મુજબ, માનસી ભણવામાં ખુબજ હોશિયાર હતી અને ધોરણ 10માં હતી, ત્યારે જિલ્લામા તે પ્રથમ ક્રમે પાસ થઇ હતી. જે સંસ્થામાં માટે કામ કરતી હતી. તેમાં આત્મહત્યા કરનાર લોકો અને વિદ્યાર્થીઓને ખોટા પગલાં નહીં ભરવા અને આત્મહત્યા નહિ કરવા માટે જાગૃત કરવામાં આવે છે અને આજે માનસીએ આવું પગલું ભરી લેતા માનસીના પિતા ભારે આઘાતમાં મુકાયા છે.

યુવતીએ તેના મોબાઈલથી OASIS સંસ્થાને કોઈ તેનો પીછો કરી રહ્યો હોવાનો મેસેજ સોશ્યલ મીડિયા ઉપર કર્યો હતો. સંસ્થાના આગેવાનોએ સવારે મોડો મેસેજ રીડ કર્યો હતો. યુવતીનો કોણ પીછો કરતું હતું ક્યાં કારણોથી પીછો કરતું હતું તમામ બાબતો રહસ્ય દર્શાવી રહ્યા છે. પોલીસે મરોલી ખાતે રહેતા શિક્ષકનો સંપર્ક કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...