તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજાની મજા:દમણ કોરોના મૂક્ત થતા દૂરદૂરથી સહેલાણીઓ રજાઓની મજા માણવા પહોંચ્યા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા નજીક આવેલા સંઘ પ્રદેશ દમણ આરોગ્ય વિભાગે કોરોના મુક્ત જાહેર કરતા સાહેલાણીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. શનિવારથી શરૂ થતી 3 રજાઓની મજા માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં દમણ સહેલાણીઓ દમણના દરિયા કિનારે સાહેલગાહ માણતા જોવા મળ્યા હતા. દમણના સ્થાનિક વેપારીઓ દ્વાર દમણ બીચ ઉપર કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવા સહેલાણીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લા નજીક આવેલા સંઘ પ્રદેશ દમણ દોઢ વર્ષથી કોરોના મહામારી દરમિયાન સાહેલીનીઓ વગર સુમસામ ભાસી રહ્યો હતો. તાજેતરમાં દમણ વિસ્તારમાં કોરોનાના એક્ટિવ કેસ 0 થઈ જતા દમણ આરોગ્ય વિભાગે અને પ્રસાસન દ્વારા દમણ બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી. દમણ બીચ સહિત દમણ અને સેલવાસના ફરવા લાયક તમામ સ્થળો સહેલાણીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેને લઈને શનિવારે મોટી સંખ્યામાં દમણ જંપોર બીચ ઉપર દૂરદૂરથી સહેલાણીઓ દમણના દરિયા કિનારે સાહેલગાહ માણવા આવી પહોંચ્યા હતા.

સહેલાણીઓ મોટી સંખ્યામાં આવેલા જોઈ સ્થાનિક વેપારીઓમાં આનંદની લહેર જોવા મળી હતી. સાથે દમણના જંપોર બીચ ઉપર સ્થાનિક વેપારીઓ દ્વારા સહેલાણીઓ પાસે કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...