• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • With The Help Of Doctors And Various Associations, A 300 bed Hospital Will Be Started In The Hostel Of The Engineering College In Valsad District.

સુવિધા:વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા ડોકટર અને વિવિધ એસોસિએશનની મદદથી એન્જિનિયરીંગ કોલેજની હોસ્ટેલમાં 300 બેડની હોસ્પિટલ શરૂ કરાશે

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ સંસ્થાઓએ અલગ અલગ જવાબદારી ઉપાડવાની તૈયારી બતાવી

વલસાડ જિલ્લામાં હાલની કોરોનાની પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી જિલ્લા કલેકટર આર.આર. રાવલે જિલ્લાના વિવિધ એસોસીએશનો, ડૉક્‍ટરો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તાત્‍કાલિક કામચલાઉ ધોરણે 300 બેડની હોસ્‍પિટલ ઊભી કરવાનો પ્રસ્‍તાવ મૂકતા તેને પ્રચંડ સમર્થન મળ્‍યું છે.

આવતા સપ્‍તાહમાં વલસાડની એન્‍જિનિયરિંગ કૉલેજની ગર્લ્‍સ અને બોયઝ હોસ્‍ટેલ ખાતે 300 બેડની હોસ્‍પિટલ યુધ્‍ધના ધોરણે ઊભી કરવામાં આવશે. જેના થકી સિવિલ હોસ્‍પિટલનું કામનું ભારણ ઘટાડી શકાશે. આ હોસ્‍પિટલ માટે મેડીકલ એસોસીએશને પોતાના તમામ ડૉકટરોની સેવા આપવાની ખાતરી આપી છે. બિલ્‍ડર એસોસીએશને બેડ અને કોઇ નાણાંકીય ખર્ચની જરૂરિયાત હોય તે જવાબદારી તેમજ સ્‍વામીનારાયણ મંદિર તિથલ દ્વારા તમામની ચા-નાસ્‍તો અને ભોજન પુરૂ પાડવાની ખાતરી આપી છે. અન્‍ય એસોસીએશનોએ પણ પોતપોતાની રીતે સહયોગ આપવાની ખાતરી આપી છે. આ સેવાકાર્યમાં વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલની આગેવાનીમાં કમિટિની રચના કરવામાં આવી છે. જે કમિટિ આગળની કાર્યવાહીનું સમગ્ર સંચાલન કરશે.

અન્ય સમાચારો પણ છે...