તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસાનું આગમન:વલસાડ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોએ વાવણી માટેની તૈયારી શરૂ કરી

વલસાડ3 મહિનો પહેલા
  • જિલ્લાના હવામાનમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી
  • વલસાડના નીચાણવાળા અનાજ બજારમાં પાણી જળબંબાકાર
  • વાહનચાલકોને સાત કિમીનો ચકરાવો ફરવો પડ્યો

વલસાડ જિલ્લામાં સમયસર મેઘરાજાની સવારી આવી પહોંચી છે. જેને લઈને વલસાડ જિલ્લાના ખેડૂતોએ વાવણીની તૈયારી શરૂ કરી છે. સમયસર વરસાદે જિલ્લામાં દસ્તક આપતા વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. જિલ્લાના હવામાનમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

વરસાદે વલસાડ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી
વરસાદે વલસાડ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી

જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાના આગમન થયું
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાના આગમન થયું છે. ત્યારે શહેરી વિસ્તારમાં વરસાદ શરૂ થતાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના છીપવાડ દાણા બજારમાં માત્ર અડધો કલાકના વરસાદમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. પહેલા જ વરસાદે વલસાડ નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી મૂકી છે.

પાણી ભરાવાના કારણે વાહનચાલકો ભારે હાલાકી
પાલિકા દ્વારા દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે. તેમ છતાંય આ વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. આ વિસ્તારમાં 15 દિવસ પહેલા જ પાલિકા દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી હતી. અને નવી ગટર બનાવમાં આવી હતી. તેમ છતાંય માત્ર કલાકના વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

વલસાડ જિલ્લામાં સમયસર મેઘરાજાની સવારી આવી પહોંચતા ઘરતીનો તાત ખેતીના કામોમાં વ્યસ્થ થઈ જશે. વલસાડ જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર, શેરડી અને લીલા શાકભાજી ઉપર નભતો રહ્યો છે. વલસાડ જિલ્લામાં સમયસર વરસાદ પડતાં ઘરતી પુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા.

વાપી ચણોદ
વાપી ચણોદ

દાણા બજારમાં વરસાદી પાણી ભરાયા
વલસાડ શહેરમાં ગુરૂવારે પડેલા વરસાદને લઈને શહેરના દાણા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સ્થાનિક લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. છીપવાડ દાણા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતા દુકાનદારો અને સ્થાનિક લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડ જિલ્લામાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઇએ તો તેમાં ઉમરગામ 18, પારડી 08, વલસાડ 10, વાપી 14 એમએમ રહ્યું છે. તેમજ મધુડેમનું લેવલ 68.50 છે. જેમાં ડેમમાં આવક 405 ક્યુસેક પાણીની આવક સામે 462 ક્યુસેક પાણીની જાવક છે.

ક્યાં કેટલો વરસાદ સવારે 6થી સાંજે 6

તાલુકોવરસાદ
વલસાડ87
વાપી29
પારડી68
ઉમરગામ32
ધરમપુર3
કપરાડા5

એપાર્ટમેન્ટની બાલ્કની તૂટતા દોડધામ
વલસાડમાં ધોધમાર વરસાદ વચ્ચે શહેરના દિક્ષીત મહોલ્લામાં આવેલા દયાસાગર એપાર્ટમેન્ટના બીજા માળે નિખિલભાઇ દેસાઇના રૂમ નં.202ની બાલ્કની ધડાકાભેર તૂટી પડતાં નીચે પસાર થતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી.જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

​​​​​​​દાનહમાં દોઢ ઇંચથી વધુ વરસાદ
દાનહમાં ગુરૂવારે સવારથી જ ઝાપટા સાથે વરસાદ પડી રહ્યો હતો. સેલવાસમાં 32 MM, ખાનવેલ વિસ્તારમાં 24 MM નોંધાયો હતો. સિઝનનો કુલ વરસાદ 6 ઇંચથી વધુ નોંધાઇ ચુક્યો છે. હાલમાં મધુબન ડેમનું લેવલ 68.5મીટર છે, ડેમમાં પાણીની આવક 405ક્યુસેક અને જાવક 462 ક્યુસેક છે.

તિથલ રોડ પર જજ બંગલા, શેઠ આરજેજેની લાઇન ખુલ્લી કરાઇ
તિથલ રોડ પર જજના બંગલા સામે તથા શેઠ આરજેજે સ્કૂલ સામે પાણીનો ભરાવો થયો હતો. નગરપાલિકા બાંધકામ શાખાના મહેશ ચૌહાણ સહિત ટીમે પહોંચી અહિની ગટરલાઇનના ચેમ્બરના ઢાંકણા ખોલતા પાણીનો નિકાલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...