• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • With 9 Candidates Including BJP, Congress And AAP In The Fray, The Issue Of The Par Tapi Riverlink Project Will Be At The Center Of Attention.

ધરમપુર બેઠક પર ચાર પાંખિયો જંગ:ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિત 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટના મુદ્દો કેન્દ્રમાં રહેશે

વલસાડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાર-તાપી રિવર લિંક પ્રોજેકટને લઈને સ્થાનિક આદિવાસીઓના વિરોધને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારમાં થયેલા વિરોધને લઈને સમગ્ર રાજ્ય અને દેશના રાજકારણીઓની ધરમપુર વિધાનસભા બેઠક ઉપર મીટ મંડાઈ છે. વલસાડની ધરમપુર બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અમે અપક્ષ એ બેઠક કબજે કરવા જીત ના દાવા કર્યા. ધરમપુર બેઠક ઉપર ચાર પાંખીયો જંગ રહેશે. જેના પરિણામ ઉપર વલસાડ જિલ્લા સહિત રાજ્યના રાજકારણીઓની મીટ મંડાઈ છે.વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા બેઠકના સમીકરણ આ વખતે બદલાયા છે. અહીં એક જ સમાજના 9 ઉમેદવારો અલગ અલગ પક્ષમાંથી ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડી રહ્યા છે. તો બીજી તરફ પાર તાપી રિવર લિંક મુદ્દો હજી શમ્યો નથી. આદિવાસી સમાજનો ઝુકાવ કોના તરફ રહેશે તેના પર સૌ કોઈની નજર છે.

ધરમપુર બેઠક ઉપર ચાર પાખીયો જંગ ખેલાશે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે અને ગામેં ગામ ઓટલા બેઠકો અને સભાઓ યોજી મતદારોને પોતાના તરફ વધુને વધુ મતદાન કરાવવા ખેંચવા રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધરમપુરના ઉપરના ગામમાં વસતા આદિવાસી સમાજના આદેશથી સૂચિત ડેમ હટાવો સમિતિના આગેવાન કલ્પેશ પટેલે ધરમપુર બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સમાજના લોકોના આશીર્વાદ મેળવી જંગી બહુમતીથી કલ્પેશ પટેલ વિધાનસભામાં જવાની તૈયારી કરી રહ્યા છે. આ ધરમપુર બેઠક ઓછા માર્જિથી પણ આદિવાસી સમાજ કલ્પેશને જીત અપાવશે તેવો આશાવાદ કલ્પેશ પટેલે વ્યક્ત કર્યો છે.

ધરમપુરમાં ભાજપ સરકારે કરેલા વિકાસના કામોને ભાજપના ઉમેદવાર આગળ કરી ધરમપુરના મતદારો પાસે મત માંગી રહ્યા છે. તો બીજી તરફ ધરમપુર વિધાનસભામાં વલસાડ તાલુકાના 42 ગામ પણ ચૂંટણીના પરિણામો બદલી શકે એમ છે. ભાજપ દ્વારા આ 42 ગામોમાં પ્રચારને વધારે જોર માર્યું છે. અને ભાજપ તરફ ગામો રહેશે તેવો ભાજપ ઉમેદવાર અરવિંદ પટેલે જંગી બહુમતીથી જીત મેળવશે તેવો દાવો કર્યો હતો.

ધરમપુર બેઠક ઉપર કૉંગ્રેસના ઉમેદવાર કિશન પટેલ છે. જે10 વર્ષ સાંસદ રહી ચૂક્યા છે. જેથી આદિવાસી સમાજના લોકો તેમના કામ કરવાની રીતથી વખેફ છે. જેથી સ્થાનિક લોકોને મારા ઉપર વિશ્વાસ મૂકીને ઓછામાં ઓછી 25 હજારથી વધુની લીડ મેળવી ધરમપુર બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ધરમપુર બેઠક ઉપર આ વખતે ચાર પાખીયો જંગ છે .ત્યારે ભાજપ કોંગ્રેસ ને મેદાન માં હરાવવા અપક્ષ ના આદિવાસી નેતા પણ જોર લગાવી રહ્યા છે ત્યારે સમાજ ના મતો નું વિભાજન અને પાર તાપી રિવર લિંક મુદ્દો અને 42 જેટલા ગામો ના મતદારો એ ધરમપુર બેઠક ના સમીકરણ બદલી લોકો ને અસમંજસ માં મુક્યાં છે .ત્યારે અપક્ષ સહિત તમામ પક્ષ ના ઉમેદવારો જીત નો દાવો કરી રહ્યા છે ત્યારે 8 તારીખ ના પરિણામ લોકો રાહ જોઈ રહ્યા છે..

અન્ય સમાચારો પણ છે...