વડાપ્રધાન ફરી વલસાડની મુલાકાતે:વાપીમાં 19 નવેમ્બરે રોડ શો કરશે, વલસાડ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરશે

વલસાડ2 મહિનો પહેલા

રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ દરમિયાન વડાપ્રધાને વલસાડ જિલ્લામાંથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારે હવે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. 19 નવેમ્બરે વાપી અને પારડીમાં વડાપ્રધાન રોડ શો કરશે. તેમજ વલસાડ ખાતે ચૂંટણી સભાને સંબોધશે.

વલસાડ ખાતે કાર્યકરોને સંબોધન કરશે
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ થઈ રહી છે. જેને લઈને વલસાડ જિલ્લામાં 19 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. વડાપ્રધાન પારડી વિધાનસભા બેઠક ઉપર વાપી તાલુકામાં 1 કિલોમીટરનો રોડ શો કરશે. વલસાડ ખાતે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ ખાતે કાર્યકરોને સંબોધન કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારો BJP તરફી મતદાન કરે તે અંગે જાગૃત કરવામાં આવશે.

પીએમની મુલાકાતને પગલે કાર્યકરોમાં ઉત્સાહ
19 નવેમ્બરે પારડી વિધાનસભા બેઠક ઉપર વાપીના ડાભેલ ચેકપોસ્ટથી ચલા થઈ વાપી શહેરમાં વડાપ્રધાન રોડ શો કરશે અને ત્યારબાદ ધરમપુર, પારડી અને વલસાડ વિધાનસભા બેઠકના કાર્યકરોને વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા પરમ ગ્રાઉન્ડ ખાતે જંગી સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમને લઈને વલસાડ જિલ્લા ભજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, રાજ્ય નાણાં મંત્રી કનુ દેસાઈ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને જિલ્લા ભાજપમાં મહામંત્રીઓ અને જિલ્લા ભાજપ અગ્રણીઓ કાર્યકારના આયોજન અંગે બેઠક કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...