આપઘાતનો પ્રયાસ:પારડીના ખડકીમાં મંદીમાં નોકરી ધંધો ન મળતા બેકાર બનેલા પતિને પત્નીએ ઠપકો આપ્યો, પતિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

વલસાડ2 મહિનો પહેલા
  • પતિએ રીંગણમાં નાખવાની જંતુ નાશક દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
  • પરિવારે તાત્કાલિક સારવાર માટે પારડીની હોસ્પિટલમાં ખસેડયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામે પત્નીએ પતિને કામ ન કરવા બાબતે ઠપકો આપતા પતિએ રીંગણમાં છાંટવાની દવા પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારને ખબર પડતાં તાત્કાલિક પારડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેયો હતો. બનાવ અંગે પારડી પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામે બચુભાઈની ચાલમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ પટેલની પત્ની રાધાબેન પટેલે પતિ રાજેશભાઈને કામ નહીં કરવા બાબતે ઠપકો આપતા રાજેશભાઈએ પોતાની ઘરે જ રીંગણમાં છાંટવાની જંતુનાશક દવા પી ગયા હતા. જે અંગે રાજેશભાઈની પત્ની અને પરિવારને જાણ થતા તાત્કાલિક પારડી મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે પારડી પોલીસ મથકે પત્ની રાધાબેન પટેલે જાણ કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પોલીસે રાજેશભાઈની પત્ની રાધાબેનનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...