તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડમાં વૃદ્ધ હત્યા કેસમાં પત્ની જ્યુડિશ્યલ કસ્ટડીમાં

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીએ ધોકો માથામાં મારી દેતાં પતિનું મોત નિપજ્યું હતુ

વલસાડના ધરાસણાના મૂળ રહીશ અને શહેરના છીપવાડમાં રહેતા અમરતભાઇ પટેલ ઉ.78 તેમના પત્ની લક્ષ્મીબેન ઉ.વ.71 સાથે એકલા રહેતા હતા.તેમની બે દિકરીઓના લગ્ન થઇ જતાં એક દીકરી અમેરિકા અને નાની દીકરી દુબઇ રહે છે.એકલા રહેતા આ વૃધ્ધ દંપતી વચ્ચે ચારિત્ર્ય મુદ્દે ઘણા સમયથી ઝગડા થતા હતા.વૃધ્ધ પતિ અમરતભાઇ પત્ની લક્ષ્મીબેનના ચારિત્ર્ય ઉપર શંકા રાખી તેમને ગમે તેમ બોલતા કંકાસ થતો હતો.જેને લઇ તેમના ભત્રીજાને જાણ કરતા તેઓ સમજાવીને જતા હતા.

દરમિયાન ધૂળેટીના દિવસે લક્ષ્મીબેન મંદિરે દર્શન કરી પરત થયા બાદ પતિ અમરતભાઇએ વહેમ રાખીને તેમના ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરતા મામલો વણસ્યો હતો.પતિ અમરતભાઇએ પત્નીને છુટ્ટી બાટલી મારી હતી પણ બચી ગયા હતા.બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પત્ની લક્ષ્મીબેને આવેશમાં આવી જતાં કપડા ધોવાનો ધોકો પતિના માથા અને કપાળ ઉપર મારી દેતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.આ ગુનામાં નોંધાયેલી ફરિયાદ બાદ સિટી પોલીસે વૃધ્ધાની ધરપકડ કરી હતી.જેમને કોર્ટમાં રજૂ કરતાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટે હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો