ફરિયાદ:વલસાડમાં બાઇક ચાલકે ટક્કર મારતા પત્નીનું મોત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકના નિવૃત્તિ કર્મી પત્ની સાથે જતા હતા

વલસાડના ડીમાર્ટ નજીક પેટ્રોલ પંપ સામેની ગલીમાંથી એક બાઇકચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી મેઇન રોડ પરથી પસાર થઇ રહેલા એક દંપતિની બાઇકને ટક્કર મારતા ગંભીર ઇજા પામેલા પત્નીનું મોત થયું હતું. વલસાડના ટીવી રીલે કેન્દ્ર પાસે આરપીએફ ગ્રાઉન્ડ પાછળ પ્રિયાદર્શન બંગલોમાં રહેતા 62 વર્ષીય એસબીઆઇ બેંકના નિવૃત્ત અધિકારી ઠાકોરભાઇ ઝીણાભાઇ પટેલ તેમની બિનવાડા ખાતેની વાડીની સફાઇ કરવા માટે સવારે 10 વાગ્યે પોતાની પત્ની દક્ષાબેન સાથે બાઇક પર નિકળ્યા હતા.

દરમિયાન વશીયર પાસે ડી માર્ટ નજીક નાયરા પેટ્રોલ પંપ સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પંપની સામેના રોડ ઉપર ડાબી બાજૂએથી એક ગલીમાંથી બે છોકરા બાઇક લઇને પુરપાટ ઝડપે અતુલ વલસાડ મેઇન રોડ પર નિકળી આવી દંપતિની બાઇકને જોરદાર ટક્કર મારતા બંન્નેને રોડ પર પટકી દીધાં હતા.

જેના કારણે ઠાકોરભાઇને આંગળીમાં ઇજા પહોંચી હતી,જ્યારે તેમના પત્ની દક્ષાબેનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા નાકમાંથી લોહિ નિકળવા માડ્યું હતું.જેને લઇ કોઇકે ઠાકોરભાઇના મોબાઇલ ફોન પરથી 108ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.જ્યાંથી બેભાન હાલતમાં દક્ષાબેનને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.પરંતુ ડોકટરે ચેક કરી તેમને મૃત જાહેર કર્યા હતા.ઠાકોરભાઇએ આ મામલે અજાણ્યા બે છોકરા વિરૂધ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...