• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • While Checking A Container Near Kaprada In Valsad, 50 Dead Bodies Of Cattle Were Found Inside, The Driver Of The Container Is Absconding.

મૃત પશુની હેરાફેરી:વલસાડના કપરાડા પાસે એક કન્ટેનરનું ચેકિંગ કરાતા અંદરથી પશુઓના 50 મૃતદેહ મળ્યા, કન્ટેનર ચાલક ફરાર

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુઓના મૃતદેહોનું PM કરાવી દફનવિધિ કરવામાં આવી

વલસાડ જિલ્લાની કપરાડા RTO ચેકપોસ્ટ પાસે કપરાડા પોલીસ દ્વારા મહારાષ્ટ્રથી આવતા વાહનોનું વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કપરાડા તરફથી નાસિક તરફ જતા કન્ટેનર RJ-28-GA- ચાલકે કપરાડા પોલીસનું વાહન ચેકીંગ જોઈને કન્ટેનર RTO ચેકપોસ્ટ પાસે કન્ટેનર મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે કન્ટેનરમાં ચેક કરતા 50 જેટલા મૃત બળદો મળી આવ્યા હતા. કપરાડા પોલીસે તાલુકા પશુ ચિકિત્સકની મદદ મેળવી તમામ બળદોનું PM કરવી ઘટના સ્થળ નજીક અંતિમ ક્રિયા કરવાની તજવીજ હાથ ફરવામાં આવી છે

વલસાડ જિલ્લાની કપરાડા RTO ચેકપોસ્ટ પાસે રાજ્ય બહારથી રાજ્યમાં આવતા વાહનોનું વાહન ચેકીંગ કપરાડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવને લઈને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કપરાડાથી મૃત બળદો ભરીને જતા રાજસ્થાન પસિંગના કન્ટેનર ચાલકે પોલીસનું વાહન ચેકીંગ જોઈને કન્ટેનર ચાલકે પકડાઈ જવાની બીકે કપરાડા RTO ચેકપોસ્ટ પાસે પકડાઈ જવાની બીકે કન્ટેનર બિનવારસી હાલતમાં મૂકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. કપરાડા પોલીસને કન્ટેનર ઉપર શંકા જતા કન્ટેનરનું તાળું તોળી ચેક કરતા કન્ટેનરમાંથી 50 જેટલા મૃત હાલતમાં બળદો મળી આવ્યા હતા. કપરાડા પોલીસે તાત્કાલિક તાલુકા પશુ ચિકિત્સકની ટીમની મદદ લઈને તમામ બળદોનું PM કરવી બળદોનું મોતનું કરણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. કપરાડા પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

તાલુકા પશુ ચિકિત્સકની ટીમે ઘટના સ્થળે PM કરવાની તજવીજ હાથ ધરી
કન્ટેનરમાં બેરહેમીપૂર્વક બળદોને ભરીને નાસિક તરફ જતા કન્ટેનરમાં મળેલા 50 મૃત બળદોનું તાલુકા પશુ ચિકિત્સકની ટીમે ઘટના સ્થળે PM કરી મૃતદેહોની દફનવિધિ કરવામાં આવી હતી. કન્ટેનરમાં મળેલા મૃત પશોઓ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા કે તેને મારી નાખવામાં આવ્યા છે તેનું ચોક્કસ કરણ જાણવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...