તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક:સરકાર ગમે તે કરે પણ કોરોનાને રોકવા સંક્રમણની ચેઇન તોડવી પડે: કાનાણી

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મારું ગામ કોરોનામુક્તની આરોગ્યમંત્રીની હાકલ

સંક્રમણને રોકવા સરકાર ગમે તે કરે પણ કોરોનાને હરાવવા માટે સંક્રમણની ચેઇન તોડવી જ પડશે તેવું આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ અધિકારીઓને જણાવ્યું હતું.સરકારે શરૂ કરેલા મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને ગામેગામ હાથ ધરવા જણાવ્યું છે.મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં બેઠક કરી તાગ લીધો હતો.મંત્રી કુમાર કાનાણીએ શનિવારે અધિકારીઓ સાથે બેઠકમાં કહ્યું કે,સરકાર દ્વારા કોરોના સામે તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે. પરંતુ કુદરતી આફતમાં જેટલું કરો તેટલું ઓછું હોય પડતું હોય છે.

કોરોનાને હરાવવા અને શહેરો ગામડાઓને મુક્ત રાખવા માટે સંક્રમણની ચેઇન તોડવી જ પડશે.જેમાં સફળ થઇને કોરોના સામે જીતી શકાશે. કલેકટર આર.આર.રાવલ,ડીડીઓ અર્પિતસાગર, એસપી ડો.રાજદિપસિંહ ઝાલા, સીડીએચઓ ડો.મનોજ પટેલ, સિવિલ સુપ્રિ.ડો અમિત શાહ તથા અધિકારીઓને કોરોના મુદ્દે તમામ પગલાંઓ અને ચૂસ્ત કરવા તાકીદ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો