શસ્ત્ર પૂજા:દમણમાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી

વલસાડ2 મહિનો પહેલા
  • દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પૂજા કરીને વિજયા દશમી પર્વની ઉજવણી કરાઇ
  • RRSના કાર્યકરોએ પથ ચલન કરીને ભારત માતાકી જય અને જય શ્રી રામના નારા લગાવ્યાં

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રવિવારે મોડી સાંજે વિજયા દશમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યા હતું. શસ્ત્ર પૂજા પહેલા દમણ વિસ્તારમાં RRSના કાર્યકરોએ પથ ચલન કરીને દમણના મુખ્ય માર્ગો ભારત માતાકી જય અને જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે RSSના સ્વંયમ સેવકો દ્વારા શસ્ત્ર પૂજા કરીને વિજયા દશમી પર્વની ઉજવણી કરી હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે વિજયા દશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્ર પૂજા દરમિયાન સંઘના સ્વયંસેવકો દ્વારા પંથ ચલન કરવામાં આવ્યું. લગભગ 80 જેટલા ગણવેશધારી સ્વયંસેવકો ખાખી પેન્ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે ઘોષ વાદનની તાલ પર કદમથી કદમ મિલાવી પથ સંચલન કર્યું હતું. આ પંથ સંચલન મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડથી નીકળી મોટી દમણની ગલીઓમાં અને મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ લગભગ ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપી પાછું ફૂટબોલ ગ્રાઉન્ડ પર પૂર્ણ થયું હતું. પથ સંચાલનમાં સ્વયંસેવકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધ્વજને લઈ આગળ ચાલી રહ્યા હતા, પથસંચલનના માર્ગમાં હિન્દુ સમાજ દ્વારા અનેક સ્થાનો ઉપર પુષ્પવર્ષા કરી અને ભારત માતાની જય અને જય શ્રી રામ એવા જયઘોષ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ પર RSS દ્વારા સાર્વજનિક શસ્ત્ર પૂજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ચંદ્રકાંતભાઈ ભંડારી (નિવૃત પ્રધાનાચાર્ય આશ્રમશાળા ભીમપોર ) અને મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વલસાડના આનંદભાઈ પુમપુટકર મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

સાર્વજનિક કાર્યક્રમ અંતર્ગત સ્વયંસેવકો દ્વારા દંડ યોગ, વ્યાયામ યોગ અને દંડ નું પ્રત્યક્ષીક કરવામાં આવ્યું હતું, મુખ્ય અતિથિ સ્થાનેથી બોલતા ચંદ્રકાંતભાઈ એ હિન્દુ સમાજની સજ્જનશક્તિ અને યુવાશક્તિને સમાજ ઉત્થાનના કાર્યોના માત્ર મુક દર્શક ના બની રહેતા સહભાગી થવા માટે આહવાહન કર્યું હતું.

મુખ્ય વક્તા સ્થાનેથી આનંદભાઈ દ્વારા સ્વયંસેવકો અને હિન્દુ સમાજના બાળકોની સંસ્કાર પ્રક્રિયા ઉપર વિશેષ ધ્યાન આપવા માટે, હિન્દુ સમાજની મહાન વિભૂતિઓના જીવન પ્રસંગો યુવા વર્ગ સમક્ષ રાખવા માટે સૂચન કર્યું, સમાજ સામેના પડકારો સામે સજ્જ થવા માટે અને જરૂરી સાવધાની રાખવા માટે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સાર્વજનિક કાર્યક્રમ અંતર્ગત લગભગ 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અંતમાં સંઘ પ્રાર્થના બાદ શસ્ત્ર પૂજન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહીને વિજયા દશમીના શસ્ત્ર પૂજાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...