જીવન-મરણનો જંગ:વલસાડના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું, સેલવાસ પાસે નદીમાં એક વ્યકિત ફસાયો

વલસાડ24 દિવસ પહેલા
  • સેલવાસ પોલીસ અને રેસ્ક્યુ ટીમને ઘટનાની જાણ થતાં યુવકને બચાવવામાં આવ્યો
  • દમણગંગા નદીમાં માછલા પકડવા ગયો હતો વ્યક્તિ

હવામાન વિભગની અગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડતાં ડેમ લેવલ જાળવવા માટે ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. લોકોને દમણગંગા નદીના તટ ઉપર ન જવા સૂચના આપી હતી. તેમ છત્તા એક વ્યક્તિ સેલવાસ પાસે દમણગંગા નદીમાં માછલી પકડવા પહોંચ્યો હતો ઘટનાની જાણ સેલવાસ પોલીસની થતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમની મદદ વડે નદીના વચ્ચે ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

હવામાન વિભગની અગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. છૂટો છવાયો વરસાદ વલસાડ જિલ્લા સહિત આજુબાજુના વિસ્તારમાં નોંધાયો છે. વલસાડ મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને મધુબન ડેમનું લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટર અને સંઘ પ્રદેશના કલેક્ટર સાથે વર્ચ્યુઅલ બેઠક બાદ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લરવામાં આવ્યો હતો. જે મુજબ ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. અને દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીમાં ન જવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. સેલવાસ નજીક દમણગંગા નદીમાં માછલી પકડવા ગયેલો એક યુવક પાણીના વહેણમાં ફસાઈ ગયો હતો. બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોનું ધ્યાન જતા તાત્કાલિક સરલવાડ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. સેલવાડ પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનની ટીમની મદદ મેળવીને રક કલાકની ભારે જહેમત બાદ નદીમાં ફસાયેલા ઇસમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...