તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જિલ્લામાં થતી ગૌતસ્કરીના ગુનાનો વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રથી પકડ્યો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરીદીને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ માંસનું વેચાણ કરતો હતો

વલસાડ ડુંગરી પાસે પશુ ભરેલો ટેમ્પો ગૌરક્ષક સાથે અથડાવી મોતને ઘાટ ઉતારવાના કેસમાં વધુ એક વોન્ટેડ આરોપીને ડુંગરી પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે.અગાઉના 14 આરોપી પાસેથી વલસાડ જિલ્લાના મહારાષ્ટ્રની હદને લાગૂ ગામોમાંથી ગૌતસ્કરી કરાવી ગૌવંશ મહારાષ્ટ્રમાં મગાવ્યા બાદ કતલ કરી મહારાષ્ટ્ર ખાતે અલગ અલગ જગ્યાએ વેચાણ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

17 જૂન ના રોજ રાત્રિ દરિમયાન ધરમપુરના બારસોલ ગામથી 11 ગાય ભરીને મહારાષ્ટ્ર જતાં ટેમ્પોનો ધરમપુરના ગૌરક્ષક હાર્દિક કંસારાએ પીછો કરી ડુંગરી નજીક બામખાડી હાઇવે પર ટેમ્પો રોકવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં ટેમ્પોના ચાલકે ચાલૂ ગાડીએ કૂદી પડી હાર્દિક સાથે ટેમ્પો અથડાવી તેનું મોત નિપજાવ્યુ હતું.

એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ ટીમ બનાવી 14 આરોપીને ઝડપી પાડ્યા હતા.આ તપાસ કરી રહેલા ડુંગરીના પીએસઆઇ જે.એસ.રાજપૂતે ટીમ બનાવી મહારાષ્ટ્ર ગૌમાંસનું વેચાણ કરતા અને ગૌતસ્કરીમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ફિરોઝ કાસીમગુલામઅલી પોજી.રહે.નાલાસોપારા,વાઝા મહોલ્લો,નેસ્કો હોસ્પિટલ સામે.ને ઝબ્બે કરી લીધો હતો.

નાલાસોપારામાં સસ્તાભાવે ગાયો મંગાવતો આરોપી અનેક ગુનામાં પણ સંડોવાયો છે
પીએસઆઇ રાજપૂતે જણાવ્યું કે,હાલના આરોપી જમીલ શેખ અને તેનો ભાઇ ખલીલ સલીમ શેખ સાથે પ્લાનિંગ કરી મહારાષ્ટ્રને લાગૂ ગુજરાતના અંતરિયાળ ગામોમાંથી ગાયોની તસ્કરી કરી કરાવતો હતો.નાલાસોપારા ખાતે ગાયો સસ્તા ભાવે ખરીદી આર્થિક લાભ માટે ગાયોની કતલ કરી માંસ મહારાષ્ટ્રમાં વેચાણ કરતો હતો.નાલાસોપારામાં પણ તેની વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ,ચોરી,મારામારી જેવા અનેક ગુનાઓ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...