વોક-ઇન-ઇન્ટરવ્યૂ:વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે 108ની ઓફિસમાં EMTની ખાલી પડેલી બેઠક ઉપર વોક-ઇન-ઇન્ટરવ્યૂ હાથ ધરાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોક-ઇન-ઇન્ટરવ્યુમાં 30થી વધુ અરજદારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા
  • રાજ્યમાં કુલ 8 જેટલા સ્થળોએ વોક-ઇન-ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા

સમગ્ર રાજ્યમાં GVK 108માં EMTની ખાલી પડેલી બેઠકો માટે 20 ઓક્ટોબરના રોજ 8 જેટલા સ્થળોએ વોક-ઇન-ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. જેમાં વલસાડ જિલ્લાના ઉમેદવારો માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વોક-ઇન-ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. જેના અંતર્ગત વલસાડ જિલ્લામાંથી 30થી વધુ ઉમેદવારોએ પોતાના ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જેથી કરીને રાજ્યમાં આગામી દિવસોમાં 108ની ટીમમાં EMTની ખાલી પડેલી બેઠકો ભરાઈ જશે.

ગુજરાત રાજ્યમાં અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલી 108 સુવિધામાં EMT માટે ખાલી પડેલી બેઠકો માટે રાજ્યમાં 8 વિસ્તારોમાં 108ની ટીમમાં EMTની ખાલી પડેલી જગ્યાઓ માટે વોક-ઇન-ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના ઉમેદવારો માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી 108ની ઓફીસમાં વોક-ઇન-ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા. જેમાં 30થી વધુ અરજદારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને 108માં સેવા આપવા માટે પોતાની તત્પરતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...