ચઢાવ ઉતાર:વલસાડની 5 બેઠક પર છેલ્લી 3 ચૂંટણીમાં ભાજપનો વોટ શેરિંગ 60 % કોંગ્રેસ 36 %

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં પારડીમાં સૌથી વધુ ભાજપને 64.23 ટકા મતો મળ્યા હતા

વલસાડ જિલ્લામાં 2007થી લઇ 2017 સુધીની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ જોઇએ તો 2007માં જિલ્લાની 5 માંથી ભાજપે વલસાડ,પારડી અને ઉમરગામ મળી 3 બેઠક પર કબજો જમાવી લીધો હતો.જે આજદિન સુધી કોંગ્રેસ ભેદી શકી નથી.2007માં કોંગ્રેસ પાસે ધરમપુર અને મોટાપોંઢા (કપરાડા)ની બેઠક જે પરંપરાગત ગણાતી હતી તે બેઠકો અકબંધ રાખી હતી.

જ્યારે 2012માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જિલ્લાની પાંચે પાંચ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું,પરંતુ તેમ છતાં ત્યારે પણ 2012ની સ્થિતિ જ સામે આવી હતી.જેમાં ભાજપે વલસાડ,પારડી અને ઉમરગામની બેઠકો જાળ‌વી રાખી હતી.પરંતું 2017માં ભાજપે ફરી જોર લગાવી 5 પૈકીની ધરમપુર બેઠક પર કબજો મેળવી કોંગ્રેસ પાસે ગત ચૂંટણીમાં આ બેઠક છીનવી લીધી હતી.

આમ ધરમપુર વિધાનસભા મતદાર વિભાગમાં વોટ શેર ‌વધારવામાં ભાજપ સફળ થતાં 2017માં ભાજપે 5 પૈકીની 4 બેઠક જીતી લીધી હતી.જો કે વચ્ચે 2019માં કપરાડાના ધારાસભ્યના રાજીનામાના પગલે ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે કપરાડા બેઠક પર જીતી લઇ આ વિભાગમાં વોટ શેર વધારવામાં સફળતા મેળ‌વી હતી.આમ જિ.ની તમામ 5 બેઠકો પર ભાજપનો વોટશેર વધ્યો હતો,જ્યારે કોંગ્રેસનો વોટ શેરમાં ઘટાડો થઇ રહ્યો હતો.હવે 2022ની ચૂંટણીમાં ભાજપઅને કોંગ્રેસનો વોટ શેર કેટલો રહેશે તે સમય બતાવશે.

www2007-વિઘાનસભા ચૂંટણી

ભાજપની 3 બેઠકવોટશેરકોંગ્રેસની 2 બેઠકવોટિંગ શેર
વલસાડ54.05ધરમપુર51.96
પારડી51.93મોટાપોંઢા43.86
ઉમરગામ56.56---------

2012-વિધાનસભા ચૂંટણીમાં

ભાજપની 3 બેઠકવોટ શેરકોંગ્રેસની 2 બેઠકવોટિંગ શેર
વલસાડ59.65ધરમપુર50.72
પારડી60.2કપરાડા49.53
ઉમરગામ48.62-------
---------------

​​​​

2017ની વિધાનસભા ચૂંટણીમાં

ભાજપની 4 બેઠકવોટ શેરિંગકોંગ્રેસની 1 બેઠકવોટિંગ શેર
ધરમપુર53.53કપરાડા47.59
વલસાડ60.49---------
પારડી64.23---------
ઉમરગામ60.87------------
અન્ય સમાચારો પણ છે...