વિરોધ:જેટકોના આઉટસોર્સ કર્મીઓનો અસમાન પગાર મુદ્દે ઉગ્ર વિરોધ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડમાં રેલી સાથે સામૂહિક રાજીનામાનું અલ્ટીમેટમ

વલસાડ વાપી ડિ‌વિઝનના જેટકો કંપનીના આઉટસોર્સમાં નોકરી કરતા કોન્ટ્રાક્ટ બેઝ્ડ 170 જેટલાં કર્મચારીઓમાં લાંબા સમયથી પગારધોરણ મુદ્દે ભારે વિરોધ ઉઠ્યો છે.જેટકોના કર્મચારીઓની જેમ સમાન કામ , સમાન વેતન મંજૂુર કરવાની માગણી સાથે વલસાડ વાપીના આ કર્મચારીઓની વલસાડ ખાતે રેલીનું આયોજન કરાયું હતું.

વલસાડના હાલર ખાતેથી પોસ્ટ ઓફિસ થઈ કલેકટર કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જેમાં જેટકો નાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓના શોષણ, માત્ર ફિક્સ રૂ.8 હજાર જેટલો નજીવો પગાર, ઓછું બોનસ, વીમો, સેફ્ટી જેવા મુદ્દે જેટકોના આઉટ સોર્સિંગ કર્મચારીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.જેમાં કર્મચારી અગ્રણીઓ ધવલ પટેલ, જીતુ દબાકિયા, શ્રેયસ પટેલ, તેજસ પટેલ વિગેરે દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથાને સખત વિરોધ સાથે વખોડી કાઢી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માગ કરવામાં આવી હતી.ત્યારબાદ આ રેલી કલેકટર કચેરીએ પહોંચી ડે.કલેકટરને આવેદન આપી સરકાર જો 25 એપ્રિલ 2022 સુધી નિર્ણય નહિ કરે તો સામૂહિક રાજીનામા ધરી દેવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...