તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વલસાડ ધમડાચીની JP એન્ટરપ્રાઇઝ કંપનીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્લાસ્ટિક રો મટિરિયલમાં આગથી કાળો ધુમાડો ફરી વળ્યો હતો. - Divya Bhaskar
પ્લાસ્ટિક રો મટિરિયલમાં આગથી કાળો ધુમાડો ફરી વળ્યો હતો.
 • દિવાળીને લઈ કંપની બંધ હોવાથી જાનહાનિ ટળી, 3 બંબાથી આગ પર કાબુ

વલસાડ નજીક આવેલા ધમડાચી પીરૂ ફળિયામાં આવેલી JP એન્ટરપ્રાઇઝ કંપનીમાં શનિવારે સવારે અચાનક આગ લાગી હતી. આજુબાજુમાં આવેલી કંપકનીના માણસોએ કંપની સંચાલક અને ફાયર વિભાગને ઘટનાની જાણ કરી હતી. વલસાડ ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતા હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

વલસાડ શહેર નજીક આવેલી JP એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી હતી. દિવાળીના પર્વને લઈને કંપનીમાં કારીગરોને રજા જાહેર કરી હતી. શનિવારે સવારે 9:45 કલાકે કંપનીમાં અચાનક સોર્ટસર્કિટને લઈને આગ લાગી હતી. આજુબાજુમાં આવેલી કંપનીના માણસોએ કંપની સંચાલક અને વલસાડ ફાયર ફાઈટરને ઘટનાની જાણ કરી હતી. તાત્કાલિક વલસાડ ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કબુ મેળાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

કંપનીમાં પ્લાસ્ટિકના દાણાના ગોડાઉનમાં આગ પકડી લીધી હતી. આગનો ધુમાડો વલસાડ શહેરથી જોઈ શકાતો હતો. JP એન્ટરપ્રાઇઝ કંપનીમાં દિવાળીની રજા જાહેર કરી હોવાથી કંપનીમાં કોઈ માણસો ન હતા. કંપનીમાં અંદાજીત 50 લાખથી 1 કરોડ સુધી નુક્શાનીનો અંદાજો હાલ લગાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો