વાં કલ ગામે મેરિટ પોલિમર્સ નામની પ્લાસ્ટિક બનાવવાની ફેકટરીનું કામ ચાલી રહ્યું છે.જેની સામે ગ્રામજનોમાં ઘણા સમયથી રોષ છે ત્યારે બુધવારે વાસદાના ધારાસભ્યની આગેવાનીમાં વલસાડમાં રેલી કાઢી હતી. ગ્રામજનોના મત મુજબ આ ફેકટરીથી હવા પાણી જમીનના પ્રદૂષણ ફેલાશે તો આ વિસ્તારમાં ભારે નુકસાન વેઠવું પડશે.આદિવાસીઓ તથા સવર્ણોની જૂજ ખેતીવાડી અને પશુપાલનને આ ફેકટરીથી નુક્સાનને લઇ સમગ્ર વિસ્તારમાં વિરોધ ઉઠ્યો છે.
ત્યારે બુધવારે વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની અને કોંગ્રેસ અગ્રણી જયશ્રીબેન પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે વિશાળ રેલી વલસાડ ખાતે નિકળી હતી.જેમાં પ્લાસ્ટિકની આ કંપનીનું કામ બંધ કરાવી દેવાની માગ કરવામાં આવી હતી.આ તબક્કે કલેકટર કચેરીએ રેલી પહોંચી ધારાસભ્ય અનંત પટેલ અને ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદન આપ્યું હતું.
વાંકલના પત્થરમારામાં SPને રાવ
8 ડિસેમ્બરે કંપની કમ્પાઉન્ડમાં 21 ઇસમોના ટોળાએ પત્થરમારો કરી સિક્યુરિટી ગાર્ડને માર માર્યા હોવાની ઘટનામાં પોલસે આરોપીઓ સામે કરેલી કાર્યવાહી સામે અરજદારોએ એસપીને ઉદ્દેશી આવેદન આપ્યું હતું.જેમાં રૂરલ પોલીસ દ્વારા જે તેે સમયે આ ગુનામાં હાથ ધરેલી કાર્યવાહી સામે અરજદાર ધર્મેશ અમ્રત પટેલ વિગેરેઓએ એસપીને તપાસની માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.