ચાર શકમંદોની અટકાયત:વલસાડના પારનેરા ભોળાનગર વિસ્તારમાં ચોરીના ઈરાદે ફરી રહેલા ઈસમોને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ રૂરલ પોલીસનો ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન પારનેરા ભોળાનગર વિસ્તારમાં આવેલા મંદિર પાસે શંકાસ્પદ ગતિવિધિ કરતા 4 ઇસનો પોલીસને નજરે પાડયા હતા. પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમને દૂરથી આવતા જોઈ 4 ઈસમો સંતાઈ જવાનો પ્રયાસ કરતા ઝડપાઇ ગયા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.

વલસાડ રૂરલ.પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન પારનેરા વિસ્તારમાં આવેલા ભોળાનાગર ખાતે આવેલા મંદિર પાસે કેટલાક શંકાસ્પદ ઇસમોની ગતિવિધિ દૂરથી જોવા મળી હતી. પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમ ત્યાં જઈ ચેક કરતા પોલીસને આવતા જોઈને 4 ઈસમો સંતાઈ રહ્યા હતા. અજાણ્યા ચારેય ઇસમોની હાજરી અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આરોપીઓ છુપાઈ રહ્યા હતા જેની નજીક મંદિર અને રહેણાંક મકાનો આવ્યા હોવાથી ચોરી કરવાના ઇરાદે વિસ્તારમાં ફરતા હોવાની પોલીસ જવાનોને શંકા જતા 4 ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલાં ભર્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી ભુરસિંગ રાઠોડ, પવન ભાવર ( રાઠવા), કરસનભાઈ તોમર અને રામસિંગ ચૌહાણ સામે ગુનો નોંધી અટકાયતી પગલાં લઈ આગળની તપાસ વલસાડ રૂરલ પોલીસની ટીમે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...