ચૂંટણી પ્રચાર:વલસાડના દાંતી સહિતના કાંઠા વિસ્તારના ગામોમાં કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર, ગાબડું પાડવાનો પ્રયાસ

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકાના ભાજપના ગઠમાં આજ રોજ કોંગ્રેસ અગ્રણી ગૌરવ પંડિયા અને વલસાડ વિધાનસભાના બેઠકના ઉમેદવાર કમલ પટેલે દાંતી સહિતના કાંઠા વિસ્તારમાં ભવ્ય જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો અને માછીમારોએ કોંગ્રેસના ઉમેદવારને આવકારી વિસ્તારના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. ઘણા વર્ષોથી આ વિસ્તાર BJPનો ગઠ રહ્યો છે. કાંઠા વિસ્તારમાં કોંગ્રેસની પ્રથમ જન સંપર્ક રેલીમાં લોકોનો આવકાર જોવા મળ્યો હતો.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા BJPના ગઠ માં ગાબડું પાડવા પ્રયત્નો કરી રહી છે. ત્યારે વલસાડ તાલુકાના દાંતી સહિત કાંઠા વિસ્તાર BJPનો ગઠ રહ્યો છે. આજે વલસાડ કોંગ્રેસ અગ્રણી ગૌરવ પંડિયાની આગેવાનીમાં દાંતીથી કકવાડી સુધી પ્રથમ વખત જનસંપર્ક યાત્રા શરૂ કરી વલસાડ વિધાનસભા બેઠકના ઉમેદવાર કમલ પટેલ માટે પ્રચાર કર્યો હતો. જેમાં સ્થાનિક લોકોએ કમલ પટેલને આવકાર આપીને તેમના પડતર પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. ગામના અગ્રણીઓને કમલ પટેલે આશ્રિવાદ મેળવ્યા હતા. આ વિસ્તારમાં વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિત નેતાઓ પણ વિઝીટ કરી હતી. આજે કોંગ્રેસની યોજાયેલી રેલીમાં જન સમર્થન મળી રહ્યું છે.

દાંતી વિસ્તારમાં પ્રોટેક્ષન વોલ, રેતી ખનન સહિતના મુદ્દે સ્થાનિક લોકોમાં સત્તાધરી પક્ષ સામે નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસે પણ સ્થાનિક લોકોને તમામ પ્રશ્રનો ઉપર લડત આપવા ખાતરી આપી હતી. અગાવ વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને વલસાડ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ સ્થળ મુલાકાત લઈને સ્થાનિક લોકોને સાંભળ્યા હતા. અને વિધાનસભા તમામ પ્રશ્નોની રજુઆત કરવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...