તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ દાન:વલસાડ રોટરી ક્લબ દ્વારા વિદ્યા પ્રોજેક્ટ શરૂ

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોટરી કલબ ઓફ વલસાડ દ્વારા વર્ષ 2021 -22 ના પ્રમુખ રો. દીપેશ શાહની આગેવાની હેઠળ વર્ષની શરૂઆત નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.આ નવા પ્રોજેકટ હેઠળ આર્થિક ભીંસના કારણે પ્રવેશ ન મેળવી શકતી દીકરીઓની આખા વર્ષની ફી ભરી દઇ રોટરીએ શાળા પ્રવેશ કરાવ્યો હતો.

વલસાડ રોટરી દ્વારા આગામી વર્ષ દરમ્યાન શિક્ષણ ના વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.જેમાં પૈસાના કારણે શાળા છોડી દેતા હોય તેવા વિદ્યાર્થીઓ ને એડોપટ કરી આગળનો અભ્યાસ કરાવવાનો મુખ્ય મુદ્દો છે. રોટરી ક્લબના પ્રોજેકટની શરૂઆતમાં મણિબા સાર્વજનિક હાઈસ્કૂલની 2 વિદ્યાર્થિનીઓ કે જેમને ધોરણ 9માં ભણવું હતું, પરંતુ એડમિશન મેળવ્યુ ન હતું. આચાર્યા હેમંગીનીબેન દેસાઈ દ્વારા રો. ડો. પ્રેમલ શાહ લીટરસી ચેરને જાણ કરવામાં આવતા જ ટીમ રોટરી દ્વારા દાતાનો સંપર્ક કરી બીજા જ દિવસે બંને દીકરીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં આ દીકરીઓને ગત વર્ષ અને આગામી વર્ષની કુલ રૂ. 11500ની ફી રો.મનોજ જૈન દ્વારા ભરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે રોટરીના સભ્યો દ્વારા ટીમ લિટરસીને અભિનંદન પાઠવાયા હતા. માનદમંત્રી રો.સ્વાતિ શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

પૈસાના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન છુટે તે જ અમારો મુખ્ય ઉદ્દેશ: પ્રમુખ
આગામી દિવસોમાં વધુને વધુ વિદ્યાર્થીઓને માત્ર પૈસા ના કારણે અભ્યાસ છૂટી ગયો હોય તો તેઓને ફરી અભ્યાસ માટે શાળા સાથે જોડવાનું કાર્ય કરવામા આવશે.નાણાંની ભીંસથી બાળકોના ભાવિ શિક્ષણને અસર ન થાય તે માટે રોટરી ટીમ કામ કરી રહી છે.> દિપેશ શાહ,પ્રમુખ,વલસાડ રોટરી

અન્ય સમાચારો પણ છે...