તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડો દેખાયો:ધરમપુરના ગામડામાં રાત્રીના સમયે આંટાફેરા મારતા દીપડાનો વીડિયો વાઈરલ, લોકોમાં ભયનો માહોલ

વલસાડ20 દિવસ પહેલા
 • એક રાહદારીએ મોબાઈલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
 • વલસાડ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરૂ મુકવાની તજવીજ હાથ ધરી

દક્ષિણ ગુજરાતના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો ફરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. છેલ્લા 20 દિવસથી ગામની પાદરે દીપડાએ ધામા નાંખ્યા હોવાની વાતથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેવામાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ધરમપુરના ગ્રામ્ય પંથકમાં રાત્રીના સમયે દીપડાના આંટાફેરા ત્યાંથી પસાર થતાં લોકોએ મોબાઈલમાં કેદ કરી લીધા હતા અને આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામ ખાતે છેલ્લા કેટલા દિવસથી અવારનવાર દીપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છે. ગત રોજ ઢોલ ડુંગરીના કસાડ ફળીયામાં ટેકરા નીચે કારમાં પસાર થતાં લોકોને દીપડો દેખાતા તેમણે આ ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી. સાંજ અને રાત્રીના સમયે દીપડો પોતાના પંથકમાં ફરતો હોવાની વાતથી ગ્રામજનો ભયના માર્યા ઘરની બહાર નીકળી શકતા નથી. દીપડાના ભયથીગ્રસ્ત ગ્રામજનોએ આ પંથકમાં પાંજરુ મુકીને દીપડાને પકડવામાં આવે તેવી માગ કરી છે.

ધરમપુરના ગ્રામ્ય પંથકમાં દીપડાએ દેખા દીધા બાદ વલસાડ વન વિભાગ હરકતમાં આવ્યું છે. જે વિસ્તારમાં દીપડો હોવાના સગડ મળી રહ્યાં છે અથવા તો ગ્રામજનો દ્વારા દીપડો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પાંજરૂ મુકીને દીપડાને પકડવાની કામગારી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો