• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Video Of A Teacher Speaking Abusively In The Classroom Of A School In Kharvel, Sangh Pradesh Danah Goes Viral, The Education Department Suspended The Teacher

અભ્યાસના બદલે અપશબ્દો:સંઘપ્રદેશ દાનહના ખારવેલની એક શાળાના ક્લાસરૂમમાં અપશબ્દો બોલતા શિક્ષકનો વીડિયો વાઈરલ, શિક્ષણ વિભાગે શિક્ષકને સસ્પેન્ડ કર્યા

વલસાડએક મહિનો પહેલા
અપશબ્દો બોલનાર શિક્ષક
  • જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં વિદ્યાર્થિનીઓ પણ હાજર જોવા મળી રહી છે

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના ખાનવેલમાં આવેલી એક સરકારી શાળાનો શિક્ષક ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની હાજરીમાં જ અપશબ્દો બોલતો વીડિયો વાઈરલ થતા શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો છે. જ્યારે આચાર્યને શો કોઝ નોટિસ ફટકારવામા આવી છે.

દાદરા અને નગર હવેલીના ખારવેલની સરકારી માધ્યમિક શાળાનો એક શિક્ષક ચાલુ શાળાએ ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીઓની હાજરીમાં જ અભ્યાસ કરાવવાના બદલે અપશબ્દો બોલતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. મામલાની ગંભીરતાને જોઈ સંઘપ્રદેશ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામા આવ્યો છે. અને શાળાના આચાર્યને નોટિસ આપી આ સમગ્ર મામલે ખુલાસો પુછવામા આવ્યો છે.

ગુરુ પર ચેલા ભારે પડ્યા!
શિક્ષણના ધામમાં એક શિક્ષક જ જ્યારે આવું વર્તન કરે ત્યારે સૌ કોઈનું માથું શરમથી ઝૂકી જતું હોય છે. શિક્ષક અવારનવાર આ પ્રકારનું વર્તન કરતો હોય ક્લાસરૂમના વિદ્યાર્થીઓ દ્વારા જ શિક્ષકના અણછાજતા વર્તનનો વીડિયો રેકોર્ડ કરાયો હોવાનું લાગી રહ્યું છે. જે વીડિયોના કારણે જ શિક્ષકની પોલ છતી થઈ છે અને શિક્ષણ વિભાગે તેની સામે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...