કડક કાર્યવાહી:પારડીના બાલદામાં ગણેશ ઉત્સવમાં બિભત્સ નૃત્ય કરનાર 3 ડાન્સર સહિત 9 લોકોની અટકાયત

વલસાડએક મહિનો પહેલા
  • ડાન્સ બારની યુવતીઓને બોલાવવાનું આયોજકોને ભારે પડ્યું
  • પોલીસે આયોજક સહિત બંને ડાન્સર વિરૂદ્ધ કાર્યવાહી કરી

વલસાડ જિલ્લાના પારડી GIDCની બાજુમાં આવેલી ઈશ્વર નગર સોસાયટીમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની સાત દિવસ સુધી ઉજવણીનું આયોજન સોસાયટીના આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બુધવારના રાત્રીના સોસાયટીના મંડળ દ્વારા યુપી અને બિહારની બે ડાન્સર યુવતીઓને બોલાવવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમમાં ડાન્સના ઠુમકા લગાવતી બે યુવતીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે વીડિયો પારડી પોલીસ સુધી પહોંચ્યાં હતા. જે આધારે પારડી પોલીસ મથકના પીએસઆઈ કે એમ બેરિયાની ટીમ ઈશ્વર નગર સોસાયટીમાં આવી પહોંચી હતી. પોલીસે 3 ડાન્સર સહિત કુલ 9 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઠુંમકા લગાવી નાચગાન કરતી યુવતી પર નોટો ઉડાવવામાં આવી
ગણેશ ઉત્સવમાં ડાન્સ કરતી બે યુવતીઓ તેમજ મુખ્ય આયોજક મોતીલાલ શર્મા સહિત 4 આયોજક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ લાઉડ સ્પિકર, માઇક એમ્પ્લી, ફાયર વગરે સાધન સામગ્રી પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ રીતે જાહેર કાર્યક્રમોની પરવાનગી ન હોવા છતા પણ આ પ્રમાણે કાર્યક્રમ યોજતા અને કોરોના ગાઈડલાઈનનો પણ ભંગ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગણેશજીના મંડપમાં આ રીતે ભોજપુરી ગીતો પર ઠુંમકા લગાવી નાચગાન કરતી યુવતી પર નોટો ઉડતા તેમજ નાના ભૂલકાં પર ખરાબ અસર પડી રહી હોવાને લઈ તેમજ સોશિયલ ડિસ્ટન્સ જોતા અહી કોરોનાને આમંત્રણ આપવા જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી થતી, જેથી પોલીસે તમામ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અહી આયોજકોને ડાન્સરને બોલાવવાનું ભારે પડ્યું હતું અને રાત્રીના જેલના સળિયા પાછળ જવા પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...