તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:VHPનું લવ જેહાદ, ધર્માંતરણના મુદ્દે જાગૃતિ કાર્યક્રમનું આયોજન

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવૃત્તિઓ બંધ કરવા વિધર્મીઓને ચેતવણી આપી

વલસાડ જિલ્લા વીએચપી દ્વારા 30 ઓગષ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાનના સપ્તાહમાં વીએચપી સ્થાપના દિવસના પ્રસંગે લવજેહાદ, ખ્રિસ્તીઓ દ્વારા થતી ધર્માંતરણની પ્રવૃત્તિ અને ગૌહત્યા,રક્તદાન જેવા મુદ્દે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. વલસાડ સર્કિટ હાઉસમાં જિલ્લા વીએચપી દ્વારા પત્રકાર પરિષદમાં સંયોજક અશ્વિન બારોટે લવજેહાદ અંગે જણાવતાં મોબાઇલની દૂકાનોમાં રિપેર માટે જતી હિન્દુ દીકરીઓના નંબરો લઇ વિધર્મીઓ દ્વારા તેમને ફસાવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે ખ્રિસ્તીઓ દ્વારા હિન્દુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે.

આ વિધર્મીઓને આવી પ્રવૃત્તિ નહિ કરવા ચેતવણી આપી હતી.ઉપરાંત ગૌહત્યા, રક્તદાન જેવા મુદ્દે વીએચપી જાગૃતિ કાર્યક્રમો યોજશે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વીએચપીના અધ્યક્ષ પિયુષ શાહ,જિલ્લા મંત્રી અમિત પટેલ,જિલ્લા વીએચપી પૂર્વ પ્રમુખ નટુભાઇ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સંયોજકે નાયબ સીએમના નિવેદનને સર્મથન આપ્યું
હાલમાં લવજેહાદ અંગે ડે. સીએમ નિતીનભાઇ પટેલે હિન્દુઓ લઘુમતિમાં આવે તો કાયદો, બંધારણ રહેશે નહિ તેવા નિવેદનને જિલ્લા વીએચપી સંયોજક અશ્વિન બારોટે તેમના તરફથી સમર્થન આપ્યું હતું.આમાં કંઇ ખોટું નથી તેવું જણાવી તેમણે વિધર્મીઓને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...