દંડ વસુલાત:વલસાડ જિ.માં ફુડ એન્ડ ડ્રગ્સ દ્વારા 348 નમૂનાની ચકાસણી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોર્ટ કાર્યવાહી હેઠળ કુલ 46.80 લાખની દંડ વસુલાત

વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમનતંત્રની કચેરી દ્વારા ફુડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ હેઠળ જાન્યુઆરી થી ઓક્ટોબર દરમિયાન જિલ્લામાં 348 નમૂના દૂકાનોમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા.જેમાં અપ્રમાણિત 38 પૈકી 38 નમૂના સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ નોંધાયા હતા.છેલ્લા 8 માસમાં કોર્ટ કાર્યવાહી હેઠળ રૂ.46.80 લાખની દંડ વસુલાત કરાઇ હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓ વિસ્તારમાં ફુડ એન્ડ ડ્રગ્સના ખાદ્ય નિરીક્ષકો દ્વારા દૂકાનોમાં નમૂનાઓ લઇ ચકાસણી કરવામાં આવી હતી.

જાન્‍યુઆરી 2021 થી ઓક્‍ટોબર 2021 દરમિયાન ખાદ્યપદાર્થોના કુલ 348 નમુનાઓ એકત્ર કરાયા હતા. આ નમૂનાઓની ચકાસણી દરમિયાન અપ્રમાણિત આવેલા 38 નમુનાઓ પૈકી સબ સ‍બટાન્ડર્ડ20 અને મીસ બ્રાન્ડેડ 18 જણાયા છે. જે પૈકી એડજ્‍યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરની કોર્ટમાં 28 હુકમોની દંડ પેટે રૂ.46.80 લાખની વસુલાત કરવામાં આવી હતી.

દિવાળીના તહેવાર નિમિત્તે ઓકટોબર 2021 માસમાં મીઠાઈ, ફરસાણના તેમજ અન્‍ય ખાદ્ય ચીજોના 49 નમુનાઓ લેવામાં આવ્યા હતા તેવું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ડેઝિગ્નેટડ ઓફિસર કે.સી.કુ‍નબીએ જણાવ્યું હતું.આમ દર વર્ષે દિવાળી ટાણે કેટલાક દુકાનદારો બિન આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો વેચતા હોવાથી જાહેર જનતાના આરોગ્ય સામે ખતરો ઉભો થતો હોય છે જેથી આવા દુાકનાદારો સામે કાર્યવાહી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...