તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં જિલ્લા કૉંગ્રેસ દ્વારા વેન્ટિલેટર દાનમાં અપાયું

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્વ. અહેમદ પટેલના સ્મર્ણાર્થે વેન્ટિલેટરનું દાન અપાયું

વલસાડ જિલ્લા કોંગ્રેસ અને કોંગી અગ્રણી ગૌરવ પંડ્યાના હસ્તે વલસાડની કસ્તુરબા હોસ્પિટલને એક પોર્ટેબલ વેન્ટિલેટર દાન કરવામાં આવ્યું છે. કસ્તુરબા હોસ્પિટલમાં રાહત દરે જિલ્લાના તમામ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં વેન્ટીલેટરની અછત હોવાથી દર્દીઓને સારવાર માટે લઈ ન શકતા હોવાની જાણ થતાં વલસાડ જિલ્લાના કોંગ્રેસ ના અગ્રણી ગૌરવભાઈ પંડ્યાએ કોંગી અગ્રણી સ્વ.અહેમદ પટેલના સ્મરણાર્થે કસ્તુરબા હોસ્પિટલમાં 7 લાખના ખર્ચે એક પોટેબલ બેટરીથી ચાલતું વેન્ટિલેટર દાન આપવામાં આવ્યું છે. કોવિડ મહામારીમાં વેન્ટીલેટરની અછત દૂર કરવાનો કોંગ્રેસના અગ્રણીઓએ પ્રયાસ કર્યો હતો.

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસો સામે હોસ્પિટલોમાં વેન્ટિલેટરની અછતને દૂર કરવાના પ્રયાસના ભાગ રૂપે વલસાડ કોંગ્રેસ દ્વારા અહમદભાઇ પટેલની પુણ્ય સ્મૃતિમાં રવિવારે ગૌરવભાઈ પંડ્યાના પરિવાર તરફથી વલસાડની ખ્યાતનામ સેવાભાવી કસ્તુરબા હોસ્પિટલ ને એક અધ્યતન વેન્ટિલેટર આપવાના આવ્યું છે. હોસ્પિટલ તરફથી મુખ્ય તબીબ ડો.સમીરભાઈ દેસાઈએ આ ઉમદા દાનનો સ્વીકાર કરી ગૌરવ પંડયા પરિવારનો આભાર માન્યો હતો.

આ અદ્યતન વેન્ટિલેટર પોરટેબલ હોવા ઉપરાત તે બેટરી થી પણ ચાલે છે, જેની અદાજીત કિંમત 7 લાખની છે. અને કોરોના તથા અન્ય ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે જીવન રક્ષક બની રહેશે. આ પ્રસંગે સેવાભાવી હોસપીટલનો સ્ટાફ ઉપરાત અલકેશ દેસાઈ, ભોલાભાઈ પટેલ, ગિરીશ દેસાઈ, હિમાશું વશી, રાજ વશી, રાજેશ ભરુચા તથા જીગનેશ જોષી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો