વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશ લોકો સુધી સરળ તાથી મળી રહે તે માટે શહેરના તિથલ રોડ ખાતે એક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક ખેતીની ખેત પેદેશો ડિસ્પ્લેમાં મૂકીને લોકોને પ્રાકૃતિક ખેતીના શાકભાજી વેચાણ સ્ટ્રોલનું લોકાર્પણ જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આઝાદીકા અમૃત મહોત્સવ અંતરગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રકૃતિ ખેતીનો વ્યાપ વધારવા તેમજ રાજ્યના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશ ગ્રાહકો સુધી સરળતાથી પહોંચે તે માટે વિવિધ સ્થળોએ સ્ટોલ ઉભા કરી લોકોને પ્રકૃતિ ખેતીની પેદાશો ખરીદવા માટે અપીલ કરવામાં આવે છે. જે અંતરગત વલસાડના તિથલ રોડ ઉપર DDO બંગલા સામે પ્રાકૃતિક ખેતી હેઠળ બનાવેલી ખેતપેદાશોના સ્ટોલનું ઉદ્ધાટન વલસાડ જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતીના સ્ટોલ ખાતે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, DDO મનીષ ગુરવાની સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેર, તાલુકા અને જિલ્લાના અગ્રણીઓએ પ્રાકૃતિક ખેતીની પેદાશો અને ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા ખેડૂતોને પ્રકૃતિ ખેતી કરી ગ્રાહકોને જાગૃત થવા અને જનતાને પ્રાકૃતિક ખેતીની પેદાશો ખરીદવા માટે અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.