• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • At The Vegetable Market Of Valsad City, Mischief makers Increased, 4 Rickshaw Windows Were Broken To Place A Fruit Lorry On The Rickshaw Stand.

લુખ્ખાગીરી:વલસાડ શહેરના શાકભાજી માર્કેટ ખાતે માથાભારે ઇસમોનો ત્રાસ વધ્યો, રીક્ષા સ્ટેન્ડ ઉપર ફ્રૂટની લારી લગાવવા માટે 4 રિક્ષાના કાચ તોડ્યા

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રીક્ષા સ્ટેન્ડ જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવ્યું છે
  • રીક્ષા સ્ટેન્ડથી રીક્ષા ચાલકોને દૂર કરી લારી ત્યાં.મુકવા માટે લારી સંચાલક રીક્ષા ચાલકોને કનડગત કરતા રાવ

વલસાડ શહેરના શાકભાજી માર્કેટ ખાતે પાણીની પરબની લાઈનમાં જિલ્લા કલેક્ટર દ્વારા રીક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી. રીક્ષા સ્ટેન્ડ ઉપર કેટલાક માથાભારે ઈસમો દ્વારા રીક્ષા સ્ટેન્ડ આગળ લારી લગાવતા હોવાથી રીક્ષા નીકળવાના સમયે લારી આગળ પાછળ કરવાના મુદ્દે ફૂટની લારી સંચાલકે રીક્ષા ચાલકોને મારી નાખવાની ધમકી આપી હતી. અને રાત્રે 4 રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા. ઘટના અંગે રીક્ષા ચાલકોએ પોલીસ મથકે ફૂટની કરી સંચાલક અને માથાભારે ઈસમ વિરુદ્ધ રીક્ષા ચાલકો ફરિયાદ કરવા સીટી પોલીસ મથકે પહોંચ્યા હતા.

વલસાડ શહેરના શાકભાજી માર્કેટ ખાતે આવતા લોકોને સરળતાથી રીક્ષા મળી રહે તે માટે શાકભાજી માર્કેટના પાણીની પરબવાળી લાઈનમાં આવેલા રિઝવ પાર્કિંગ પ્લોટ આગળ વલસાડ જિલ્લા કલેક્ટરે એક રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યું હતું. જે રીક્ષા સ્ટેન્ડ આગળ કેટલાક અસામાજિક તત્વો અને માથાભારે ઇસનો તે જગ્યા ઉપર રીક્ષા સ્ટેન્ડને નડતર રૂપ લારીઓ મૂકીને ફ્રૂટ અને અન્ય વસ્તુઓનો વેપાર કરે છે. રિક્ષામાં યાત્રીને મુકવા જાવા માટે માથાભારે ઇસમોને લારી ખસેડવાનું જણાવતા રિક્ષાના પેસેન્જરો સામે લારી સંચાલકો રીક્ષા ચાલકો સામે અભદ્ર વર્તન કરીને ગાળાગાળી કરતા હોય છે. ઘણી વખત માથાભારે તત્વોને રિક્ષાના યાત્રીઓ સામે અભદ્ર વર્તન ન કરવા જણાવતા તેમની વાત ન માની રીક્ષા ચાલકોને કનડગત વધારવામાં આવી રહી હતી.

ગઈકાલે સાંજે રીક્ષા સ્ટેન્ડ ઉપર ઉભેલી એક રીક્ષાચાલકે રિક્ષામાં યાત્રીને મુકવા જાવા માટે રીક્ષાને નડતર રૂપ લારી ખસેડવા જણાવતા રિક્ષામાં પેસેન્જર સામે ગાળો બોલવા લાગ્યા હતા. અને સ્ટેન્ડ ઉપર ઉભેલી 4 રિક્ષાઓના કાચ તોડી જાનથી મારીનાખવાની ધમકી આપતા રીક્ષા ચાલકો વલસાડ સીટી પોલીસ મથકે ફૂટની લારી સંચાલક અને માથાભારે ઇસનો સામે ફરિયાદ નોંધાવવા સીટી પોલીસ મથકે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...