રમતગમત:વલસાડમાં અગ્રવાલ સમાજ દ્વારા વિવિધ રમતોનું પ્રથમ વખત આયોજન કરાયું, મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા અગ્રવાલ સમાજ દ્વારા શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સમાજના યુવાનો, બાળકો અને ખાસ મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાત્મક રમત ઉત્સવનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાની અગ્રવાલ સમાજની મહિલાઓ સાડી છોડી સ્પોર્ટ્સ કપડાં પહેરી રામતના મેદાનમાં ઉતર્યા હતા. સમાજના અગ્રણીઓએ યુવાનોએ મહિલાઓને રમતના મેદાનમાં તાળીઓના ગળગળાટથી વધાવી લીધા હતા. અને સમાજની મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. અગ્રવાલ સમાજની મહિલાઓએ તમામ ગેમ્સમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

વલસાડમાં અગ્રવાલ સમાજ દ્વારા પ્રથમ વખત સમાજના બાળકો, મહિલાઓ અને યુવાનો માટે વિવિધ રમતોનું ભવ્ય આયોજન વલસાડ નગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રવાલ સમાજના યુવા પ્રમુખ મુકુલરાજ અગ્રવાલે માહિતી આપતા જણવ્યું હતું કે, અગ્રવાલ સમાજના લોકો માટે વિવિધ રમતોનું આયોજન કરવા માટેનો મુખ્ય હેતુ અગ્રવાલ સમાજના લોકોને એક મંચ ઉપર રખાવ માટે તેમજ સમાજના લોકો ને એકત્રિત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2 વર્ષના નાના બાળકોથી લઈને 7 વર્ષના બાળકો માટેની રમતો તેમજ યુવાનો અને મહિલાઓ માટે ક્રિકેટ ટેબલ ટેનિસ,ચેશ, બેડમિન્ટન, લીંબુ ચમચી સહિતની અનેક રમતો રાખવામાં આવી હતી. અને આ પ્રસંગને સફળ બનાવવા માટે અગ્રવાલ સમાજના પ્રમુખ મુકુલરાજ અગ્રવાલ, સેક્રેટરી વિરલ અગ્રવાલ, ખજાનચી પ્રતીક અગ્રવાલ, ઉપ પ્રમુખ અમિત અગ્રવાલ, ક્રિષ્ના અગ્રવાલ, જીગ્નેશ જૈન સહીત અગ્રવાલ સમાજ ના સર્વ પરિવા અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...