તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીના અધ્યક્ષસ્થાને સરકરાની વિવિધ યોજનાઓની સમીક્ષા કરાઈ

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ વિભાગોને પોતાના લક્ષ્યાંક મુજબ કામગીરી કરવા સૂચના અપાઈ

રાજયના સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે આજે વલસાડ કલેકટર કચેરી ખાતેના સભાખંડમાં તેમના વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્‍યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને સમાજ સુરક્ષા ખાતાને લગતી જુદી જુદી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં મંત્રીએ જણાવ્‍યું હતું કે, હવે કોરોનાના કેસો ઘટતા જાય છે જેથી તમામ વિભાગોને તેમની કામગીરી ઝડપભેર ચાલુ કરી વર્ષાંતે તેમના ફાળવેલા લક્ષ્યાંક મુજબ કામગીરી પૂર્ણ કરવી. મંત્રીએ આ તબક્કે અનુસૂચિત જાતિના આવાસના લાભાર્થીઓને તેમનો હપ્‍તો, શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને તેમની શિષ્‍યવૃત્તિ મળી રહે તે જોવા જણાવ્‍યું હતું. સમાજ સુરક્ષા હેઠળ દિવ્‍યાંગો માટે વિવિધ યોજના જેવી કે, એસ.ટી.માં મફત મુસાફરીની યોજના, લગ્ન સહાય યોજના, દિવ્‍યાંગ સાધન સહાય યોજના, દિવ્‍યાંગ વ્‍યકિતને ઇલેકટ્રીક સ્‍કૂટર આપવાની યોજનાનો જરૂરિયાત દિવ્‍યાંગજનોને મળે તે જોવા ઉપરાંત ઓનલાઇન જે યોજના છે તે જે દિવ્‍યાંગને સમજ ન પડતી હોઇ તો જાતે ઓનલાઇન ભરી આપીને તેમને લાભ મળે તેમ કરવા જણાવ્‍યું હતું.

મંત્રીએ સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્‍યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને સમાજ સુરક્ષાના લગતી વિવિધ યોજનાઓની વર્ષ 2020-21 અને 2021-22 (મે માસ અંતિત) ની સમીક્ષા કરી હતી. જે મુજબ અનુસૂચિત જાતિ કલ્‍યાણ વિભાગની સ્‍ટેટ લેવલની વર્ષઃ- 2020-21 હેઠળ શિક્ષણ, આર્થિક ઉત્‍કર્ષ, આરોગ્‍ય, આવાસ તેમજ અન્‍ય વિભાગ કચેરી હેઠળ કુલ રૂા.109381.64 લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા.80075.21 લાખની સામે રૂા.77345 લાખનો ખર્ચ કરી 96.59% સિધ્‍ધિ મેળવેલ છે.

જયારે વલસાડ જિલ્‍લામાં રૂા.488.32 લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. 245.77 લાખની સામે રૂા.227.34 લાખનો ખર્ચ કરી 92.50% સિધ્‍ધિ મેળવેલ છે જયારે વર્ષઃ-2021-22 માં સ્‍ટેટ લેવલની કુલ રૂા.103057.75 લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. 23260.72 લાખની સામે રૂા.9844.91 લાખનો ખર્ચ કરી 42.32%ની સિધ્‍ધિ હાંસલ કરેલ છે. જયારે વલસાડ જિલ્લામાં રૂા. 320.50 લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. 24.56 લાખની સામે રૂા.19.37 લાખનો ખર્ચ કરી 78.87% સિધ્‍ધિ હાંસલ કરેલ છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની વિવિધ યોજનાઓ જેવી કે, અન્‍ય પછાત વર્ગોના પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્‍સાહન, એસ. એસ. સી. પછીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્‍સાહન વગેર માટે સ્‍ટેટ લેવલની વર્ષઃ-2020-21 હેઠળ વિવિધ યોજનાઓ હેઠળ કુલ રૂા.193719 લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. 158948.79 લાખની સામે રૂા. 158850.84 લાખનો ખર્ચ કરી 99.54% સિધ્‍ધિ હાંસલ કરવામાં આવી છે. જયારે વલસાડ જિલ્લામાં રૂા. 917.79 લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. 735.20 લાખની સામે રૂા. 735.13 લાખનો ખર્ચ કરી 99.99% સિધ્‍ધિ હાંસલ કરેલ છે.

જયારે વર્ષઃ2021-22 માં સ્‍ટેટ લેવલની કુલ રૂા. 183139.81 લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા. 8559.81 લાખની સામે રૂા. 6224.51 લાખનો ખર્ચ કરી 71.55% સિધ્‍ધિ મેળવેલ છે. જયારે વલસાડ જિલ્લા માટે રૂા. 917.64 લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા.34.28 લાખની સામે રૂા. 26.76 લાખનો ખર્ચ કરી 78.06% સિધ્‍ધિ હાંસલ કરવામાં આવી છે. સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે, દિવ્‍યાંગોનું કલ્‍યાણ, બાળ કલ્‍યાણ, સુધારાલક્ષી સેવાઓ વગેરે માટે વર્ષઃ- 2021-22 માટે કુલ રૂા. 127443.7 લાખની જોગવાઇ સામે ફાળવેલ ગ્રાન્‍ટ રૂા.136795.74 લાખની સામે રૂા. 135239.18 લાખનો ખર્ચ કરી 98.86% સિધ્‍ધિ મેળવેલ છે.

આ બેઠકમાં ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ અને કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મનીષભાઇ ગુરૂવાની, અધિક નિવાસી કલેકટર એન.એ.રાજપૂત, અનુસૂચિત જાતિ કલ્‍યાણ વિભાગના નાયબ નિયામક આર.બી.વસાવા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના નાયબ નિયામક વિઠ્ઠલભાઇ પટેલ, સમાજ સુરક્ષા વિભાગના નાયબ નિયામક પરમાર તેમજ વલસાડના અનુસૂચિત જાતિ કલ્‍યાણ વિભાગના ઇનચાર્જ નાયબ નિયામક કુ. જે.પી.સોલંકી, એન. બી. જોશી તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના અને સમાજ સુરક્ષા વિભાગના સંબધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...